બૉલીવુડના સ્ટાર અક્ષય કુમારે નવા વર્ષનુ સ્વાગત ગાયત્રી મંત્રથી કર્યુ

બોલીવુડ સ્ટાર્સ નવા વર્ષનુ આગમન અને જુના વર્ષની વિદાયને જબરદસ્ત યાદગાર રીતે મનાવી રહૃાા છે. બોલીવુડ સ્ટાર્સે આને લગતી પોતાની જુદી જુદી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. પરંતુ આ બધાની વચ્ચે હવે ખેલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારનો વીડિયો ખુબ વાયરલ થઇ રહૃાો છે. ખાસ વાત છે કે અક્ષયે નવા વર્ષનુ સ્વાગત ગાયત્રી મંત્રથી કર્યુ અને તેને નવા વર્ષે પ્રથમ સૂર્યની તસવીર પણ શેર કરી છે.

ફેન્સ અક્ષયના વર્તનથી ખુબ ખુશ છે. અને સોશિયલ મીડિયા  પર અક્ષયની પ્રસંશા થઇ રહી છે. અક્ષય કુમારે સૂર્યોદયનો આ વીડિયો તે લોકોને ડેડિકેટ છે. જે લોકો સવારે જલ્દી નથી ઉઠી શક્યા. આની સાથે એક્ટરે તમામની સલમાતી અને ઉજ્જળ ભવિષ્યની કામના કરી છે. આ વીડિયોમાં સૂર્ય ઉગી રહૃાો છે અને અક્ષય કુમાર ઉગતા સૂર્ય સામે જોઇને ગાયત્રી મંત્રનો જાપ કરી રહૃાો છે.

વીડિયોના કેપ્શનમાં અક્ષયે લખ્યુ છે કે, જો તમે આને મિસ કરી દીધુ.. તો આ રહૃાો વર્ષ ૨૦૨૧નો પહેલો સૂર્યોદય. બધાની સફળતા અને ખુશીઓ માટે પ્રાર્થના કરી રહૃાો છું. આવનારુ વર્ષ તમામ માટે બહુજ સુંદર બને. તમામને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓપ અક્ષયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફેન્સ અક્ષયના વખાણ કરવા માંડ્યા છે. લોકો અક્ષયને શુભકામનાઓ પાઠવી રહૃાાં છે. વીડિયોને ૧૦ લાખથી વધુ વાર જોવામાં આવી ચૂક્યો છે.