બોક્સિગં-ડે ટેસ્ટમાં વિહારીની જગ્યાએ જાડેજાને સ્થાન મળે તેવી શક્યતા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૬ ડિસેમ્બરે શરૂ થનાર બોક્સિગં-ડે ટેસ્ટમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. તેવામાં મિડલ ઓર્ડરના બેટ્સમેન હનુમા વિહારીને બહાર બેસવુ પડી શકે છે. જાડેજાને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય તેની ફિટનેસના આધારે લેવામાં આવશે. ટીમ મેનેજમેન્ટ અત્યારે સતત જાડેજાની ફિટનેસને મોનીટર કરી રહી છે. ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટી-૨૦માં જાડેજાને માથામાં બોલ વાગ્યો હતો.

તે પછી જાડેજા કક્ધ્શન પ્રોટોકોલ પ્રમાણે ટી-૨૦ સીરિઝ અને પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો હતો. સાથે જ તેને હેમસ્ટ્રીન્ગની પ્રોબ્લમ પણ હતી. પ્રથમ ટેસ્ટ દરમિયાન જાડેજાએ નેટ્સમાં બોલિંગ કરી હતી. સૂત્રો અનુસાર એજન્સીએ કહૃાું કે, જાડેજા ધીરે-ધીરે સ્વસ્થ થઈ રહૃાો છે. જોકે, અત્યારે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી કે મેલબોર્ન ટેસ્ટ પહેલાં ફિટ થઈ જશે કે નહીં. સૂત્રો અનુસાર જો જાડેજા ફિટ થઈ જાય તો વિહારીએ પોતાનું સ્થાન ગુમાવી શકે છે. એવું એટલે કારણકે જાડેજા લાંબા સ્પેલ નાખી શકે છે. સાથે સારી બેટિંગ પણ કરે છે.

તેવામાં જાડેજાના સમાવેશથી ભારત મેલબોર્નમાં પાંચ બોલર્સ સાથે રમી શકે છે. જાડેજાએ ૪૯ ટેસ્ટમાં ૩૫+ની એવરેજથી ૧૮૬૯ રન બનાવ્યા છે. તેમાં એક સદી અને ૧૪ ફિફટી સામેલ છે. તેણે ગઈ વખતે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના પ્રવાસે પણ ફિફટી મારી હતી. તે સિવાય ૨૪.૬૩ની એવરેજથી ૨૧૩ વિકેટ પણ લીધી છે. જ્યારે વિહારીએ ૧૦ ટેસ્ટમાં ૩૩+ની એવરેજથી ૫૭૬ રન બનાવ્યા છે. તેમાં એક સદી અને ૪ ફિફટી પણ સામેલ છે.