બોક્સિગં ડે ટેસ્ટ: ઓસી.ને ઝટકો,વોર્નર,એબોટ બીજી ટેસ્ટમાંથી બહાર

ઓસ્ટ્રેલેલિયાન મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૨૬ ડિસેમ્બરે બોક્સિગં ડેના દિવસે ભારતના ટેસ્ટની શરૂઆત કરવા જઈ રહૃાું છે. જ્યારે બીજી ડેસ્ટ પહેલા જ ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝાટકો લાગ્યો છે. ભારત વિરૂદ્ધ બીજી ટેસ્ટમાં પ્રથમ ઓપિંનગ બેટ્સમેન ડેવિડ વોર્નરની સાથે હવે ફાસ્ટ બોલર સીન એબોટ ટીમમાંથી બહાર થઈ ગયો છે.

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડોવિડ વોર્નર ઇજાને કારણે પ્રથમ ટેસ્ટમાં પણ રમી શક્યા ન હતા. ત્યારે ઇજાને કારણે સીન એબોટ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી બહાર પાડવામાં આવેલ એક નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, બન્ને ખેલાડી પોતાની ઇજામાંથી ઝડપથી બહાર આવી રહૃાા છે. ત્રીજી ટેસ્ટ પહેલા ટીમમાં સામેલ થઈ શકે છે. હાલમાં બન્ને બોક્સિગં ડે ટેસ્ટ મેચમાં રમવાની કોઈ શક્યતા નથી.