બોટાદમાં દેવીપુજક બાળા ઉપર બળાત્કાર ગુજારી હત્યા કરવાના બનાવના ઘેરા પડઘા

અમરેલી,બોટાદ ફુલવાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં તા.15/1/23ના નવવર્ષની બાળા ઉપર આરોપી રાજેશ ઉર્ફે રાજુ દેવચંદભાઇ ચોૈહાણ રહે.શીવનગર બોટાદવાળા દ્વારા બળાત્કાર ગુજારી હત્યા કરવામાં આવેલ અને આ બનાવ અંગે બોટાદ પોલીસમાં ફરિયાદ થયેલ ઉપરોકત બનાવ ધ્રણાસ્પદ ઘટના બનેલ છે બાળકી સાથેના કમકમાટી ભર્યા દુષ્કૃત્ય અને હત્યાના કારણે અમારા દેવીપુજક સમાજ તથા અન્ય સમાજમાં રોષની લાગણી વ્યાપેલ છે.ઉપરોકત બનાવમાં આરોપી સામે ન્યાય તપાસ કરી ફાંસીની સજા આપવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવામાં આવેલ અને આ કેસ વહેલીતકે ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરવામાં આવી છે.