બોટાદમાં  ૧૭૨ દિવસ બાદ સાળંગપુર હનુમાનજી દાદાની આરતીના દર્શન ભક્તો માટે ખુલ્યા

બોટાદ જિલ્લામાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરમાં લોકડાઉનના ૧૭૨ દિવસ બાદ હરિભક્તો માટે હનુમાનજી દાદાની આરતીનાં દર્શન ખુલ્લા મૂકાયા છે. ત્યારે મોટી સંખ્યામાં હરિભક્તોએ રૂબરૂ હનુમાજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પ્રશાસન દ્વારા માસ્ક, સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત રાખવામાં આવ્યું છે.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું સાળંગપુર ગામ કે જ્યાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનું મંદિર આવેલ છે. જ્યાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી મંદિર પ્રશાસન દ્વારા સવારના ૮થી ૧૦ અને સાંજે ૪થી ૬ ખોલવામાં આવતું હતું. જેમાં માત્ર દર્શનની જ વ્યવસ્થા હતી અને આરતી માત્ર ઓનલાઇન જોઈ શકાતી હતી. ત્યારે આજથી એટલે કે લોકડાઉનના ૧૭૨ દિવસ બાદ હવે હરિભક્તોને આરતીના રૂબરૂ દર્શનનો લાભ મળશે.

મંદિર પ્રસાશન દ્વારા દૂર દૂરથી આવતા હરીભક્તો માટે ધર્મશાળા પણ ખોલવામાં આવી છે. સાથે તમામ હરિભક્ત ને ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સની કાળજી સાથે સેનેટાઈઝર અને માસ્ક ફરજિયાત પહેરી દર્શન કરવાના રહેશે. કોરોના મહામારીમાં ૧૭૨ દિવસથી ઓ લાઇન આરતી માંથી મુક્ત થઈ રૂબરૂ આરતીના દર્શન પણ કરી શકાશે.