બોટાદ શહેરના સાળંગપુર રોડ પર ટાઢાની વાડી વિસ્તારમાં સોના-ચાંદી-રોકડ રકમની થઇ ચોરી

બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર આવે ટાઢાના વાડીના વિસ્તારમાં રહેતા હિતેષ વાજા પોતાના પરિવાર સાથે લગ્ન પ્રસંગે જામનગર ગયો હતો. ત્યારે તેમનું મકાન બંધ હોઈ જેનો લાભ લઇ રાત્રીના તસ્કરો દ્વારા બંધ મકાનના તાળા તોડી મકાનની અંદર રહેલ તિજોરીમાંથી સોના – ચાંદીના દાગીના અને રોકડ સહિત લાખો રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ બનાવ અંગેની પરિવારને જાણ થતા પરિવાર દ્વારા બોટાદ પોલીસને જાણ કરવામાં આવી છે. જેને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હજી તો શિયાળાની શરૂઆત થઈ ત્યારે જ તસ્કરોએ ઠંડીનો લાભ લઈ અને ચોરીઓ શરૂ કરી છે. ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલીગ શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.