બોયકોટ ચાઇના વચ્ચે ચીનની સરકારી બેક્ધ ICICI માં ૧૫ હજાર કરોડનું રોકાણ કરશે

ભારતમાં સૈનિકો સાથેની અથડામણ બાદ દૃેશમાં ચીનના માલના સામાનના બહિષ્કાર અને ચીન વિરોધી માહોલ સર્જાયો હતો. પણ બોયકોટ ચાઈનાની મુહિમ વચ્ચે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ચીનની સરકારી બેંક પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ આઇસીઆઇસીઆઇ બેંકમાં ભાગેદારી ખરીદી છે. જો કે, જાણકારોનું કહેવું છે કે, આ ખરીદી દૃેશહિત માટે કોઈપણ રીતે ખતરો નહીં બને.
ગત વર્ષે માર્ચમાં ચીનની બેંકે એચડીએફસી બેંકમાં પોતાનું રોકાણ વધારીને ૧ ટકાથી વધારે કર્યું હતું. ત્યારે પણ આ મામલે ખુબ જ હંગામો થયો હતો. પીપલ્સ બેંક ઓફ ચાઈના મ્યુચ્યુઅલ ફંડ, વીમા કંપનીઓ સહિત ૩૫૭ સંસ્થાગત રોકાણકારોમાં સામેલ છે જેઓએ હાલમાં આઇસીઆઇસીઆઇ બેંકમાં ૧૫ હજાર કરોડ રૂપિયાથી વધારેનું રોકાણ કર્યું છે. આઇસીઆઇસીઆઇ બેંકે ફાયનાન્સ ભેગુ કરવા માટે રોકાણકારો પાસેથી પૈસા એકત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ ટાર્ગેટ ગત અઠવાડિયે પૂર્ણ થયો હતો.
ચીનની કેન્દ્રીય બેંકે આઇસીઆઇસીઆઇમાં ફક્ત ૧૫ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને આ રોકાણ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ પ્લેસમેન્ટ મારફતે થયું છે. અન્ય વિદૃેશી રોકાણકારોમાં સિંગાપોરની સરકાર, મોર્ગન ઈન્વેસ્ટમેન્ટ, સોસાઈટે જનરાલે વગેરે સામેલ છે.
એક્સપર્ટનું કહેવું છે કે, બેંકિગ ભારતમાં ખુબ જ રેગ્યુલેટેડ એટલે કે રિઝર્વ બેંકની નિગરાનીમાં રહેતો કારોબાર છે. એટલવા માટે તેનાથી દૃેશહિતમાં કોઈ ખતરો નહીં થાય. આ પહેલાં ચીનની કેન્દ્રીય બેંક હાઉિંસગ લોન કંપની એચડીએફસીમાં રોકાણ કર્યું હતું. જો કે ભારે હંગામા બાદ સરકાર ચીન કે અન્ય પાડોશી દૃેશોથી આવનાર રોકાણ માટે સખત નિયમો બનાવી દીધા હતા. અને ત્યારબાદ જ ચીની બેંકે એચડીએફસીમાંથી પોતાનું રોકાણ ૧ ટકાથી ઓછું કરી દીધું હતું.