બોયકોટ મિર્ઝાપુર-૨ ટ્રેન્ડ થતાં ટ્રોલર્સ પર ભડક્યો મુન્ના ભૈયા

અત્યંત લોકપ્રિય વેબ સિરીઝ ‘મિર્ઝાપુરની બીજી સિઝનની શરૂઆત અગાઉ જ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા તેના બહિષ્કાર કરવાની માંગ ધીરે ધીરે વધી રહી છે.થોડા દિવસો અગાઉ ટ્રેલર રિલીઝ થયું હોવાથી હેશટેગ બોયકોટ ‘મિર્ઝાપુર ૨ ટવિટર પર ટ્રેન્ડ થઈ રહૃાું છે. તેના જવાબમાં અભિનેતા દિવ્યેન્દૃુએ કહૃાું છે કે શોમાં સામેલ અભિનેતાઓ, ટીમ અને તેના ફેન્સે આવા વલણો અંગે વિચારવું ન જોઈએ.
દિવ્યેન્દૃુએ કહૃાું કે ‘મને તેની ખાસ ચિંતા નથી. તેમને ખબર નથી કે તેઓ પોતે કેટલી મુશ્કેલીમાં છે, કારણ કે ‘મિર્ઝાપુરના ઘણા ફેન્સ છે. તેથી જ તેઓએ તેમના આ મૂર્ખ કાર્યને બંધ કરવું જોઈએ. આવા હેશટેગ્સનો ઉપયોગ કરવો તે મુર્ખામી છે. આપણે બધા જાણીએ છીએ કે ‘મિર્ઝાપુર લોકોને કેટલું પસંદ છે.
અભિનેતાએ કહૃાું કે દૃુનિયા જાણે છે કે સોશિયલ મીડિયાનો દૃુરૂપયોગ કેવી રીતે થાય છે. દિવ્યેન્દૃુએ જણાવ્યું હતું કે પૈસા આપીને ચલાવવામાં આવી રહેલા ‘મિર્ઝાપુર સિઝન ૨ના આ ટ્રેન્ડસ પાયાવિહોણા છે. હું તેમના માટે દિલગીર છું. તેમણે આગળ એમ પણ કહૃાું હતું કે ‘બહાર જઇને લોકોની સામે આવું ન બોલતા, માર પડશે તમને. શોમાં દિવ્યેન્દૃુએ મુન્ના ત્રિપાઠીનું પાત્ર ભજવી રહૃાો છે. જેને દરેક મુન્ના ભૈયા કહીને સંબોધે છે.