બોરાળા ફાટક નજીક ટ્રેન હડફેટે આવી જતા સિંહબાળનું મોત થયું

સાવરકુંડલા,
બોરાળા ફાટક નજીક સિંહ બાળ પેસેન્જર ટ્રેન હડફેટે આવતા સિંહબાળ કપાયું ઘટના સ્થળે મોત થયું છે 3 થી 4 માસ નું સિંહબાળ ટ્રેક ઉપર અકસ્માતે મોત થતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા સિંહ પ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે.હાલ વનવિભાગ દ્વારા સિંહબાળ નો મૃતદેહ કબ્જે લીધો .10 દિવસ પહેલા રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક પર સિંહોનો ગુડ્સ ટ્રેન હડફેટે આવતા અકસ્માત સર્જાયો હતો આજે વધુ એક બીજી ઘટના સામે આવી પર્યાવરણ પ્રેમીઓમાં ઘેરાપ્રત્યાઘાતો પડશે ..એશિયાટિક ડાલા મથા સાવજો માટે અમરેલી જીલાનો રેલવે ટ્રેક કાળમુખો બની રહ્યો છે ત્યારે રેલવે ટ્રેક ઉપર સિંહોના મોતનો સિલસિલો યથાવત રહયો