બોલિવુડ એક્ટર કાર્તિક આર્યન થયો કોરોનામુક્ત

કાર્તિક આર્યન કોરોનાગ્રસ્ત થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ક્વોરન્ટાઈન હતો. સોમવારે તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તે ટૂંક સમયમાં કામ પર પાછો ફરશે.

કાર્તિક આર્યને પોતાનો કોરોના રિપોર્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. તેણે જણાવ્યું હતું, “નેગેટિવ, ૧૪ દિવસનો વનવાસ હવે પૂર્ણ થયો, કામ પર પાછો ફરીશ.” કાર્તિક આર્યનનો કોરોના રિપોર્ટ ૨૨ માર્ચના રોજ પોઝિટિવ આવ્યો હતો.

કાર્તિક આર્યન હાલમાં હોરર-કોમેડી ફિલ્મ ભૂલ ભૂલૈયા ૨નું શૂટિંગ કરી રહૃાો છે. જેમાં તે તબુ અને કિઆરા અડવાણી સાથે જોવા મળશે. ભૂલ ભૂલૈયા ૨ આ વર્ષે નવેમ્બરમાં રિલિઝ થાય, તેવી શક્યતા છે.