બોલિવુડ સ્ટાર રેખા  ઈન્ડિયન આઈડલ ૧૨માં પવનદીપના અવાજની બની ફેન

ઈન્ડિયન આઈડલ ૧૨ના અપકિંમગ એપિસોડમાં બોલિવુડ સ્ટાર રેખા મહેમાન બનીને આવવાના છે. ત્યારે કન્ટેસ્ટન્ટ્સ રેખાની ફિલ્મોના ગીત પર પર્ફોર્મન્સ આપીને આખો એપિસોડ તેમને સમર્પિત કરશે.

એપિસોડનું શૂટિંગ હાલમાં જ થયું હતું. જ્યાં ઉત્તરાખંડના ગર્વ પવનદીપ રાજે સોન્ગ ’દેખા એક ખ્વાબ’ અને ’હમે ઓર જીને કી’ સોન્ગ પર દયસ્પર્શી પર્ફોર્મન્સ આપ્યું હતું. તેના પર્ફોર્મન્સથી જજ અને રેખા અવાક્ થઈ ગયા હતા. માત્ર રેખાએ જ નહીં પરંતુ શોના ત્રણેય જજ નેહા કક્કડ, હિમેશ રેશમિયા અને વિશાલ દદલાનીએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

પવનદીપના માર્વેલસ પર્ફોર્મન્સથી રેખા તેના વખાણ કરતાં થાક્યા નહીં. તેમણે પવનદીપને દત્તક લેવાની ઈચ્છા દર્શાવી હતી. રેખાએ પવનદીપને તેમના માટે ઢોલક વગાડવાની પણ વિનંતી કરી હતી. પવનદીપ તરત તૈયાર થઈ ગયો હતો અને તેમને પણ જોડાવા તેમજ ઢોલક વગાડવા કહૃાું હતું.

રેખા અને પવનદીપે સાથે ઢોલક વગાડ્યુ હતું, જેનાથી બધા ઈમ્પ્રેસ થઈ ગયા હતા. રેખા સાથે સ્ટેજ શેર કરવાને લઈને પવનદીપ ખૂબ ખુશ થઈ ગયો હતો. રેખાએ પવનદીપના વખાણ કરતાં કહૃાું, ’હું તને દત્તક લેવા માગુ છું. તારો અવાજ અદ્દભુત છે. ભગવાન તને આશીર્વાદ આપે અને હંમેશા આ રીતે જ ચમકતો રહે’.

આ પહેલીવાર નથી જ્યારે શોના ગેસ્ટ બનેલા મહેમાને પવનદીપના વખાણ કર્યા હોય. પવનદીપનો અવાજ ઘડાયેલો છે અને અત્યારસુધીમાં શોના મહેમાન બનેલા દરેક સેલેબ્સ તેના વખાણ કરી ચૂક્યા છે. પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ પણ તેનો ફેન છે.