બોલિવૂડના ખૂંખાર વિલેન અમરીશ પૂરીની ૧૮મી ડેથ અનિવર્સરીના દિવસે તેમના વિષે જાણો..

બોલિવૂડના સૌથી ખૂંખાર વિલેનમાંતી એક એવા અમરીશ પુરીની આજે એટલે કે, ૧૨ જાન્યુઆરીએ ૧૮મી ડેથ એનિવર્સરી છે. તેમનું નિધન ૨૦૦૫માં થયું હતું. કહેવાય છે કે, અમરીશ પુરી હીરો બનવા માટે બોલિવૂડમાં આવ્યા હતા. પણ ફિલ્મમેકર્સે તેમને એવું કહીને રિજેક્ટ કરી દીધા હતા કે, તેમનો ચહેરો પથ્થર જેવો છે. ઈંડસ્ટ્રીમાં તો તેઓ ચાલ્યા પણ તેમની અંદર જે કલાકાર હતો, તેને તેમણે મરવા ન દીધો અને થિયેટરમાં કામ કરવાનું શરુ કર્યું. લગભગ ૪૦ વર્ષની ઉંમરમાં ફરી વાર બોલિવૂડમાં નસીબ અજમાવ્યું અને આ વખતે તેઓ સફળ થયા. તેમના માટે કહેવાય છે કે, તેઓ ઈંડસ્ટ્રીમાં કોઈનાથી ડરતા નહોતા અને પોતાની મરજીથી કામ કરતા હતા. ફી માટે તેમણે ક્યારેય સમાધાન નથી કર્યું. બી ટાઉનમાં તેમના માટે એ વાત પ્રખ્યાત હતી કે, ઘણી વાર તો, તેમણે ફિલ્મોમાં હીરો કરતા પણ વધારે ફી લઈને કામ કર્યું છે. આજે આપને અમરીશ પુરીની ફિલ્મી કરિયર અને તેમની જિંદગી સાથે જોડાયેલી અજાણી વાતો વિશે જાણવા મળશે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, અમરીશ પુરીએ પોતાનું પ્રથમ ઓડિશન ૨૨ વર્ષની ઉંમરમાં આપ્યું હતું, પણ તેમને રિજેક્ટ કરી દૃેવામાં આવ્યા હતા, પણ તેમની અંદર એક્ટિંગનું જુનૂન હતું. રિજેક્ટ થયા બાદ થોડા વર્ષો સુધી તેમણે થિએટરમાં કામ કર્યું. ૧૯૭૦માં આવેલા ફિલ્મ પ્રેમ પુજારીમાં અમરીશ પુરીને પ્રથમ બ્રેક મળ્યો. તે સમયે તેમની ઉંમર ૪૦ વર્ષની હતી. પ્રથમ બ્રેક મળ્યા બાદ તેમણે કેટલીય ફિલ્મોમાં નાના નાના રોલ કર્યા. અમરીશ પુરીએ રેશ્મા ઔર શેરા, હલચલ, હિન્દૃુસ્તાન કી કસમ, સલાખેં, નિશાંત, ડાકૂ મંથન, ભૂમિકા, પાપી, અલીબાબા મરઝીના, હમારે તુમ્હારે..જેવી ફિલ્મોમાં નાના નાના રોલ કર્યા. તેમને અસલી ઓળખાણ ૧૯૮૦માં આવેલી ફલ્મ હમ પાંચથી મળી. ત્યાર બાદ તેમણે ક્યારેય પાછુ વાળીને જોયું નથી. અમરીશ પુરી માટે એ વાત ફેમસ હતી કે, તેઓ અનુશાસન પસંદ વ્યક્તિ હતા. તેઓ પોતાના દરેક રોલ માટે કલાકો સુધી પ્રેક્ટિસ કરતા હતા. રિહર્સલ દરમિયાન તેઓ પોતાના પાત્રના સંપૂર્ણ ઘુસી જતાં હતા. કહેવાય છે કે, અમરીશ પુરી પોતાના રોલ અને ડિમાન્ડના હિસાબે ફી લેતા હતા અને આ મામલામાં તેઓ કોઈ સમાધાન કરતા નહોતા. પછી ફિલ્મ ભલે હાથમાંથી નીકળી જાય. કહેવાય છે કે, એક ફિલ્મ માટે તેમણે એનએન સિપ્પી પાસેથી ૮૦ લાખ રૂપિયાની ફી માગી હતી, પણ સિપ્પી આ રકમ આપવા માટે તૈયાર નહોતા, તેમણે ફિલ્મ છોડી દીધી હતી. એક ઈન્ટરન્યૂમાં અમરીશ પુરીએ ખુદ જણાવ્યું હતું કે, મારો જે હક છે, તે મને કોઈ પણ ભોગે મળવો જોઈએ. જ્યારે હું મારા કામ અને એક્ટિંગ સાથે કોઈ સમાધાન નથી કરતો, પણ ફી સાથે શા માટે કરુ? મારી એક્ટીંગના કારણે મેકર્સ માલામાલ થાય છે, તો મને પણ તેનો પુરો ભાગ મળવો જોઈએ. આપને જણાવી દઈએ કે, અમરીશ પુરીએ બોલિવૂડના દરેક સુપરસ્ટાર સાથે કામ કર્યું છે. તેમણે પોતાના કરિયરમાં અંધા કાનૂન, નસીબ, હીરો, મેરી જંગ, તેરી મહેરબાનિયાં, નગિના, મેરા ધરમ, લોહા, મિસ્ટર ઈંડિયા, હવાલાત, વારિસ, આજ કા અર્જૂન, દયાવાન, ત્રિદૃેવ, ઘાયલ, કિસન કન્હૈયા, રામ લખન જેવી કેટલીય સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે.