બોલિવૂડની ટેલેન્ટેડ અભિનેત્રીઓ માટે ‘ગોલ્ડન ચાન્સ : માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિતે તેની આગામી ફિલ્મ ‘મજા માં સાથે બોલિવૂડમાં ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મમાં તે એક ગુજરાતી મહિલાનું પાત્ર નિભાવી રહી છે અને તેની સાથે ગજરાજ રાવ, રીત્વિક ભૌમિક, બરખા સિંહ અને સૃષ્ટિ શ્રીવાસ્તવ મહત્વના પાત્રમાં નજર આવવાના છે. આ ફિલ્મનું એક ગરબા પર આધારિત સોન્ગ નવરાત્રિની ઉજવણીના કારણે ખૂબ જ ટ્રેન્ડ થઈ રહૃાું છે. માધુરી પણ આ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર બાકી નહીં રાખવાનું નક્કી કરી ચૂકી છે અને આ કારણે જ, તે અલગ અલગ શહેરોમાં પહોંચીને ફિલ્મને પ્રમોટ કરી રહી છે. રિસન્ટલી, એક ઈન્ટરવ્યૂ દરમિયાન માધુરીએ આજની ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ત્રણ દાયકા પહેલાના સમયને યાદ કર્યો હતો અને તેનું મંતવ્ય રજૂ કર્યું હતું. માધુરીએ કહૃાું હતું કે, અત્યારે જે પ્રકારના પાત્ર લખાઈ રહૃાા છે તે ખરેખર સરાહનીય છે. જયારે પણ મને કોઈ નવું ટાસ્ક ઓફર થાય છે તો હું ખુશ થઈ જઉં છું કારણકે આવું પાત્ર ભજવીને એક સાથે ઘણું બધું કહી શકાય છે અને પરફોર્મન્સને અવકાશ મળે છે. હું હંમેશા કંઈક નવું કરવાની કોશિશમાં રહું છું. એક એક્ટર તરીકે રોજ સવારે ઉઠીને જો તમારામાં કામ માટે એક્સાઈટમેન્ટ નહીં હોય તો તે ફિલ્મ કે કોઈપણ કામ સાથે અન્યાય હશે. એટલે જ, આવા નવા રૂપ રંગ સાથે પાત્ર ભજવવા એક ચેલેન્જ સમાન છે અને મને આવા ચેલેન્જ પસંદ છે. આ ઉપરાંત તેણે ઉમેર્યું હતું કે, જે પ્રકારે સિનેમામાં અને ઓટીટી પર બદલાવ આવ્યો છે તે સારો છે. અગાઉ, મહિલાઓ માટે ફક્ત ગણતરીના સારા પાત્રો લખવામાં આવતા હતા એ તે સમયે અનેક ટેલેન્ટેડ અભિનેત્રીઓ હતી પણ તેમની સામે એવું કામ ન હતું. અત્યારના સમયમાં મહિલાઓને કેન્દ્રમાં રાખીને અનેક સ્ટોરી લખાઈ રહી છે, જે જરૂરી છે. આજે ટેલેન્ટેડ અભિનેત્રીઓ પાસે અનોખી તક છે અને હું આ સમયને મહિલાઓ માટે સુવર્ણકાળ ગણું છું. જે રીતે ઓટીટી પ્લેટફોર્મ પર મહિલાઓના જીવન પર આધારિત વેબ સિરીઝ તૈયાર થઈ રહી છે તે અનેક સારા આર્ટિસ્ટને પ્રેરણા આપે છે.