બોલો…ચીનના લોકો ત્યાંની સરકાર કરતાં મોદી સરકારથી વધુ ખુશ..!

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માત્ર દૃેશ જ નહીં પરંતુ વિદૃેશમાં પણ વધતી જઈ રહી છે. ચીનમાં મોટી સંખ્યામાં લોકો તેમના મુરીદ છે.
લદ્દાખ હિંસાના ત્રણ મહિના બાદ ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં આ વાત સામે આવી છે કે મોટા ભાગના ચીની પોતાના નેતાઓ કરતા વધારે  મોદીની કાર્યપ્રણાલીથી ખુશ છે.
સર્વેક્ષણ અનુસાર લગભગ ૫૦ ટકા ચીની નાગરિક બીજિંગના અનુકૂળ પ્રભાવે રાખે છે જ્યારે ૫૦ ટકા લોકોએ ભારતની મોદી સરકારના વખાણ કર્યા છે. લગભગ ૭૦ ટકા માને છે કે ભારતમાં ચીન વિરોધી ભાવના ઘણી વધારે થઈ ગઈ છે.
૩૦ ટકાથી વધારે લોકોને લાગે છે કે બંને દૃેશોના સંબંધોમાં સુધાર થશે. સર્વેક્ષણમાં સામેલ ૯ ટકા લોકોનું માનવુ છે કે ભારત-ચીનના સંબંધોમાં સુધાર અલ્પાવધિ માટે હશે પરંતુ ૨૫ ટકા અનુસાર બંને દૃેશોના સંબંધ લાંબા સમય સુધી મજબૂત રહેશે.
આ દરમિયાન ચીનની સૌથી મોટી ટેક કંપની હુઆવેઈ ભારતના તમામ પ્રમુખ દૃૈનિક સમાચાર પત્રોમાં મોટા-મોટા વિજ્ઞાપન પ્રકાશિત કરીને ભારતને લુભાવવાનો પ્રયત્ન કરી રહૃાા છે. Huawei દ્વારા એ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહૃાો છે કે ભારતની સાથે તેમનો સંબંધ ઘણો જૂનો છે. તે છેલ્લા ૨૦ વર્ષથી અહીં વેપાર કરી રહૃાા છે અને હંમેશા ભારતના હિત માટે પ્રતિબદ્ધ છે.
જોકે, લદ્દાખ હિંસા બાદથી ચીની કંપનીઓ ભારત સરકાની હિટલિસ્ટમાં છે. એક રિપોર્ટ અનુસાર ભારત હુઆવેઈ અને અન્ય ચીની કંપનીઓ ચરણબદ્ધ રીતે સંબંધ પૂરા કરવા ઈચ્છે છે. ઔપચારિક પ્રતિબંધ કરતા ભારતે કથિત રીતે દૃૂરસંચાર કંપનીઓને સ્પષ્ટ કરી દીધુ છે કે ચાઈનીઝ ગિયરથી દૃૂર રહે.