કોરોના વાયરસના સંક્રમણના વિરૂદ્ધ પાકિસ્તાન સરકારના ‘કારનામાંના હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) વખાણ કરી રહૃાું છે. WHO ના ચીફ ટ્રેડોસ એડનહોમે પોતાની પ્રેસ બ્રીફિંગમાં પાકિસ્તાન સરકારના કામની પ્રશંસા કરતાં કહૃાું કે આ એ દૃેશોમાંથી એક છે જેની પાસેથી દૃુનિયાએ શીખવાના જરૂર છે. એડનહોમે કોરોના વાયરસની વિરૂદ્ધ પાકિસ્તાન સરકારની રણનીતિનું સમર્થન પણ કર્યું.
WHO ચીફે કહૃાું કે પાકિસ્તાને કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે છેલ્લાં કેટલાંય વર્ષમાં પોલિયો માટે બનાવામાં આવેલા માળખાકીય વિસ્તારનો સહારો લીધો છે. WHO પ્રમુખે દૃેશના સામુદાયિક સ્વાસ્થ્ય કાર્યકર્તાઓની પણ પ્રશંસા કરી. આ કાર્યકર્તાઓને પોલિયો માટે ઘેર-ઘેર જઇ બાળકોનું રસી આપવાની ટ્રેનિંગ આપવામાં આવી છે.
તેમણે કહૃાું કે પાકિસ્તાને પોતાના પોલિયો કાર્યકર્તાઓનો ઉપયોગ સર્વેલન્સ, કોન્ટેક્ટ ટ્રેનિંગ અને દૃેખભાળ માટે કર્યો. તેના લીધે દૃેશમાં કોરોના વાયરસના કેસમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો. તેમણે કહૃાું કે આ સિવાય થાઇલેન્ડ, કંબોડિયા, જાપાન, ન્યુઝીલેન્ડ, કોરિયા ગણરાજ્ય, રવાન્ડા, સેનેગલ, ઇટાલી, સ્પેન અને વિયેતનામે પણ કોરોના વાયરસ સામે સારું કામ કર્યું છે.
વર્લ્ડ હેલ્થ સંગઠનના પ્રમુખના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા પીએમ ઇમરાન ખાનના સ્વાસ્થ્ય બાબતોના પૂર્વ વિશેષ સહાયક ડૉ.જફર મિર્ઝાએ કહૃાું કે આનાથી પાકિસ્તાનની પ્રયાસોને આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા મળી છે. મિર્ઝાએ ટ્વીટમાં કહૃાું કે પાકિસ્તાનને WHOના ડાયરેકટર જનરલ દ્વારા પાકિસ્તાનને સાત દૃેશોમાં સામેલ કરાયા છે જે દૃેશોમાંથી ભાવિ રોગચાળા સામે લડવાનું શીખી શકાય છે. તે પાકિસ્તાનના લોકો માટે આ ખૂબ જ સમ્માનની વાત છે.