બોલ્ડ મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ સૈમ બોમ્બે સાથે સગાઈ કરી

 

બોલ્ડ મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ તેના બોયફ્રેન્ડ સૈમ બોમ્બે સાથે સગાઈ કરી છે. સૈમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઈની વીંટી પહેરીને પૂનમ સાથેનો ફોટો શેર કર્યો છે. એટલું જ નહીં, પૂનમે ખુદ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે અને સગાઈના સમાચારોની પુષ્ટિ કરી છે. સેમે આ ફોટો બે દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં બંને પોતાની રિંગ્સ દેખાડતા જોવા મળે છે. પૂનમે આ સગાઈ અંગે તેણે કોઈ બીજી વાત કહી નથી પરંતુ રિંગ જોયા પછી ચાહકો તેમને સગાઈ માટે અભિનંદન આપી રહૃાા છે.

બંનેના સુખી જીવનની ઇચ્છા રાખીને ચાહકોએ ખુશી વ્યક્ત કરી રહૃાા છે. પૂનમ પાંડે તેના ઈંસ્ટાગ્રામ પર શેર કરેલા બોલ્ડ ફોટોના કારણે સૌથી વધુ ચર્ચામાં રહે છે. ગત મે મહિનામાં, સેમ અને પૂનમ પર મુંબઈ પોલીસે લોકડાઉન નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરી હતી. તે બંને લોકડાઉનમાં ડ્રાઇવ પર ગયા હતા. જોકે પૂનમ પાંડેએ આ સમાચારને નકારી દીધા હતા. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો અને લોકોને કહૃાું હતું કે લોકડાઉનમાં તે પોતાના ઘરે મૂવી જોવા માટે સમય પસાર કરી રહી છે.