બ્રાથવેઈટના ૫૦ રન, ઈંગ્લેન્ડ સામે વિન્ડીઝની મજબૂત સ્થિતિ

  • ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિ: પ્રથમ ટેસ્ટ: ત્રીજો દિવસ
  • ઈંગ્લેન્ડના પ્રથમ દૃાવમાં ૨૦૪ રનના જવાબમાં પ્રવાસી વેસ્ટઇન્ડિઝની ટીમે પાંચ વિકેટે ૨૪૩ રન બનાવ્યા

ઓપનરો ક્રેગ બ્રાથવેઈટ (૬૫), જે. કેમ્પબેલ (૨૮) અને એસ.બ્રુક્સ (૩૯)ની લડાયક બેિંટગની મદદથી પ્રવાસી વેસ્ટઈન્ડિઝે ઈંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે મેચ પર મજબૂત પકડ જમાવી છે. યજમાન ટીમના પ્રથમ દૃાવના ૨૦૪ રનના જવાબમાં પ્રવાસી ટીમે ૮૨ ઓવરમાં ૫ વિકેટે ૨૪૩ રન બનાવી લીધા છે. બીજા દિવસની રમતના અંતે વિન્ડીઝના એક વિકેટે ૫૭ રન હતા અને એનાથી આગળ રમતા પ્રવાસી ટીમે તેની બીજી વિકેટ એસ. હોપના રૂપે ગુમાવી હતી. હોપ ૧૬ રન બનાવીને બેસના બોલે સ્ટ્રોક્સના હાથમાં ઝિલાઈ ગયો હતો. એ પછી બ્રાથવેઈટ અને બ્રુક્સે બાજી સંભાળી લીધી હતી અને ટામના સ્કોરને ૧૪૦ રને પહોંચાડ્યો હતો. આ સમયે બ્રાથવેઈટ સ્ટ્રોક્સના બોલે એલબીડબલ્યુ આઉટ થયો હતો. તેણે ૧૨૫ બોલનો સામનો કરતા છ બાઉન્ડ્રી ફટકારી હતી. બ્રુક્સ આર.ચેઝ સાથે મળીને ટીમને વધુ મજબૂત સ્થિતિમાં મૂકે એ પહેલાં બ્રુક્સ ૭૧ બોલમાં ૩૯ રન બનાવીને એન્ડરસનના બોલમાં બટલરના હાથમાં કેચ આપી બેઠો હતો. વેસ્ટઈન્ડિઝે એ પછી જે. બ્લેકવૂડ (૧૨) વિકેટ પણ ટૂંકા ગાળામાં ગુમાવી હતી. બ્લેકવૂડને બેસે એન્ડરસનના હાથમાં ઝિલાવી દૃીધો હતો. યજમાન ટીમ તરફથી એન્ડરસન અને બેસે ૨-૨ જ્યારે સ્ટ્રોક્સે એક વિકેટ ખેરવી હતી. રમતના હજુ બે દિૃવસ બાકી છે ત્યારે મેચમાં વિન્ડિઝની ટીમનું પલડું ભારે લાગે છે જોકે, આ દરમિયાન વરસાદને લીધે રમત ન બગડે એ બાબત મહત્વની છે. રમતના પહેલા દિવસે તો માત્ર ૧૭.૪ ઓવરની રમત જ શક્ય બની હતી.