બ્રિક્સ સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ જિનિંપગ ભારત આવે તેવી શક્યતા

ભારત-ચીન સીમા પર લગભગ ૧૧ મહિનાથી તણાવ ચાલી રહૃાો છે. પહેલાં પેંગોંગ ઝીલ અને હવે અન્ય જગ્યાઓએ ડિસઈંગેજમેન્ટના રિપોર્ટની વચ્ચે ચીનના તેવર બદલાયા છે. તેમની વાતોમાં હવે સહયોગ અને માનવતા જેવા શબ્દૃો આવી રહૃાા છે. સોમવારે ચીને ભારતના બ્રિકસ સંમેલનનું સમર્થન કર્યું અને કહૃાું કે તે ભારત અને અન્ય સભ્ય દેશોની સાથે મળીને અનેક ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા ઈચ્છે છે. આવનારા કેટલાક મહિનામાં કોરોના મહામારીની સ્થિતિ કાબૂમાં રહેશે તો ચીનના રાષ્ટ્રપતિ શી જિનિંપગ ભારત આવી શકે છે. જો તેઓ અહીં આવે છે તો પીએમ મોદી સાથે તેમની મુલાકાત શકય છે. ચીની વિદેશ મંત્રાલયે સોમવારે એક જાહેરાતમાં કહૃાું કે ચીન બ્રિકસને ખૂબ જ મહત્વ આપે છે અને તેના માટે રણનીતિ સાઝેદારીને વધારવાના પક્ષમાં છે. ચીને એમ પણ કહૃાું કે તે બ્રિકસ દેશોની વચ્ચે એકજુટતા અને સહયોગને મજબૂત કરવા ઈચ્છે છે.

સીમા પર જે સ્થિતિ છે તેની સંમેલન પર અસર પડશે કે નહીં. આ સવાલના જવાબમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા વાંગ વેનબિને કહૃાું છે કે ભારતના આ વર્ષે બ્રિકસ સંમેલનનું આયોજનનું ચીને સમર્થન કર્યું છે. ભારત અને અન્ય બ્રિકસ દેશોની સાથે અનેક ક્ષેત્રોમાં સંવાદ અને સહયોગ વધારવા ઈચ્છે છે. અર્થવ્યવસ્થા, રાજનીતિ અને માનવતાને લઈને વાંગે કહૃાું કે બ્રિકસ વૈશ્ર્વિક પ્રભાવવાળા નવા બજાર દેશો અને વિકાસશીલ દેશના સહયોગન તંત્ર છે. આ સાથે કેટલાક સમયથી બ્રિકસ દેશોની એકતતા વધી છે, વ્યવહારિક સહયોગ સુમેળભર્યો થયો છે અને પ્રભાવ પણ વધી રહૃાો છે. હવે આ આંતરરાષ્ટ્રિય બાબતોમાં એક સકારાત્મક, સ્થિર અને રચનાત્મક શકિત બન્યું છે. ભારતને આ વર્ષે બ્રિકસની અધ્યક્ષતા મળી છે અને આ સંમેલન તે આયોજિત કરશે. ૧૯ ફેબ્રુઆરીએ વિદેશમંત્રી એસ જયશંકરે દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવનમાં બ્રિકસ ૨૦૨૧ની વેબસાઈટ લોન્ચ કરી હતી.