બ્રિટનથી ભારત આવનારી તમામ લાઇટ્સ ૩૧ ડિસેમ્બર સુધી સ્થગિત

બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન મળવાથી હાહાકાર મચી ગયો છે. આ કારણે અનેક યૂરોપીય દેશોએ આવન-જાવન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ક્રમમાં ભારત સરકારે પણ બ્રિટનથી આવનારી લાઇટ્સ પર ૩૧ ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. લાઇટ્સ પર પ્રતિબંધનો સમય આજે રાત્રે ૧૨ વાગ્યાથી શરૂ થશે.

ભારત સરકાર તરફથી ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે બ્રિટનમાં વર્તમાન સ્થિતિને જોતા ભારત સરકારે નિર્ણય લીધો છે કે ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી બ્રિટનથી ભારત આવનારી તમામ ઉડાનોને રદ્દ કરી દેવામાં આવે. આ પ્રતિબંધ આજે રાત્રે ૧૨ વાગ્યાથી શરૂ થશે. આ પહેલા આવનારા લોકો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. લાઇટ પર પ્રતિબંધ મુકવાની માંગ દિલ્હીના મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરી હતી.

કેજરીવાલે ટ્વીટ કરીને કહૃાું હતુ કે, ‘યૂનાઇટેડ કિંગડમમાં કોરોનાના નવા સ્ટ્રેનથી હાહાકાર છે અને તે સુપર સ્પ્રેડરની માફક કામ કરી રહૃાો છે. આવામાં ભારત સરકારને યૂકેની તમામ લાઇટ રોકી દેવી જોઇએ. તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ‘યૂનાઇટેડ કિંગડમમાં કોરાનાની નવી સ્ટ્રેનની ખબર ચિંતાજનક છે. ભારત સરકારને આ મામલે તરત એક્શન લેવી જોઇએ અને UK, અન્ય યૂરોપીયન દેશોથી આવનારી લાઇટ તરત બેન કરવી જોઇએ.