બ્રિટનના વડાપ્રધાને પીએ મોદીને જી-૭માં ભાગ લેવા આમંત્રણ આપ્યું

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જી-૭માં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. આ સમ્મેલન જૂન મહિનામાં બ્રિટનના કોર્નવૉલમાં યોજાશે. જી-૭ સમુહમાં દુનિયાની સૌથી શક્તિશાળી ૭ આર્થિક મહાશક્તિઓ કે જેમાં બ્રિટન, અમેરિકા, કેનેડા, ફ્રાંસ, જર્મની, જાપાન અને યૂરોપિયન યૂનિયન શામેલ છે. આ સમુહ કોરોના વાયરસ મહામારી, જળવાયિ પરિવર્તન અને મુક્ત વ્યાપાર જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન જી-૭ પહેલા ભારતની મુલાકાતે પણ આવી શકે છે. બોરિસ જોનસને આમ તો ૨૬મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસે યોજાનારી પરેડમાં મુખ્ય અતિથિ તરીકે જાહર રહેવાનું હતું પરંતુ બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવતા તેમણે પોતાનો ભારત પ્રવાસ રદ્દ કરવો પડ્યો હતો. આ વખતે શિખર સંમેલન બ્રિટનના કૉનવૉલમાં ૧૧થી ૧૩ જૂન દરમિયાન આયોજિત કરવામાં આવશે.

આ સમિટમાં દુનિયાના સાત મુખ્ય દેશોના નેતા કોરોના વાયરસ સંકટ અને જળવાયુ પરિવર્તનનો સામનો કરવાના પડકારો પર ચર્ચા કરશે. આ વખતે જી-૭ શિખર સંમેલનમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાને પણ મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દુનિયાની ફાર્મસીના રૂપમાં ભારત પહેલાથી જ દુનિયાના ૫૦ ટકાથી વધુ વેક્સીન પુરી પડે છે. યૂનાઇટેડ કિંગડમ અને ભારતે કોરોના જેવી મહામારી દરમિયાન એક સાથે મળી કામ કર્યું છે. અમારા વડાપ્રધાન સતત વાતચીત કરતા રહે છે અને પીએમ જૉનસને કહૃાું છે કે જી-૭ સંમેલનથી પહેલા તેઓ ભારતનો પ્રવાસ કરશે. આ વર્ષે ગણતંત્ર દિવસ સમારોહમાં જૉનસન મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ કોવિડ-૧૯ના વધતા કેસના કારણે તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો હતો.

દુનિયાના મુખ્ય લોકતંત્રોના રાષ્ટ્રાધ્યક્ષ સંયુક્ત પડકારોનો સામનો કરવા માટે બ્રિટનમાં એક સાથે આવશે. તમામ દિગ્ગજ નેતા કોરોના વાયરસની માર અને જળવાયુ પરિવર્તનનો સામનો કરવા મામલે ચર્ચા કરશે. સાથોસાથ એવું પણ સુનિશ્ર્ચિત કરશે કે દરેક સ્થળે લોકો ખુલ્લા વેપાર, ટેકનીકલ પરિવર્તન અને વૈજ્ઞાનિક શોધથી ફાયદૃો ઉઠાવી શકે. બ્રિટનના આંતરરાષ્ટ્રીય નેતૃત્વને ધ્યાને લઈ આ વર્ષ ખૂબ જ અગત્યનું છે. આ વર્ષે જી-૭ શિખર સંમેલન ઉપરાંત બ્રિટન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરશે. અને આ વર્ષના અંતમાં તે ગ્લાસગોમાં CoP – ૨૬ની મેજબાની કરશે અને વિકાસશીલ દેશોમાં બાળકોને સ્કૂલમાં લાવવાના ઉદ્દેશ્યથી એક ગ્લોબલ શિક્ષણ સંમેલન થશે.