બ્રિટનમાં આવતા મહિનાથી કોરોનાની રસી આપવાની તૈયારીઓ શરૂ

  • ૫ સ્થળોએ રસી લગાવાની સુવિધા તૈયાર કરાશે

 

કોરોના સામે ઝઝૂમી રહેલા વિશ્વ માટે એક સારા સમાચાર છે. બ્રિટનમાં આવતા મહિનાથી કોરોના વાયરસની રસી મોટાપાયે આપવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બ્રિટનની નેશનલ હેલ્થ સિસ્ટમ ક્રિસમસ સુધી દેશમાં ૫ જગ્યાએ રસી લગાવાની સુવિધા આપવા જઇ રહૃાું છે. તેના માટે આ સ્થળો પર હજારો એનએચએસ જવાનો તૈનાત કરવામાં આવશે. દરરોજ ઓછામાં ઓછા ૧૦ હજાર લોકોને કોરોનાની રસી આપવાની યોજના છે.
બ્રિટિશ અખબાર ધ સનનાં એક રિપોર્ટ મુજબ રસી માટે કોરોના વાયરસ સંક્રમણથી સૌથી વધુ ખતરાનો સામનો કરી રહેલા લોકોને સૌથી પહેલાં બોલાવામાં આવશે. કોરોનાની રસી આપવા માટે લીડ્સ, હલ અને લંડનમાં કેન્દ્રો બનાવવામાં આવશે. આ કેન્દ્રો પર તાલીમાર્થી નર્સ અને પેરામેડિક્સને તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત મોબાઇલ યુનિટ પણ તૈયાર કરવામાં આવશે જે જરૂરીયાતમંદ લોકો અને કેર હોમ્સ સુધી જશે.
એક સૂત્ર એ કહૃાું, ‘આપણે પહેલાં ટ્રાયલનું રિઝલ્ટ એક મહિનામાં મેળવીશું. આવી સ્થિતિમાં સૌથી પહેલાં રસી લગાવાની શરૂઆત ક્રિસમસના પહેલાં થઇ શકે છે. પરંતુ તૈયારીઓ ચાલું છે જેથી કરીને જો રસી અસરકારક રહે છે તો રસી લગાવામાં મોડું ના થાય. બ્રિટિશ સરકારે કહૃાું કે કોરોના વાયરસની રસી આપતી વખતે સૈન્ય તૈનાત કરવામાં આવશે.
યુકેના આરોગ્ય મંત્રી એ કહૃાું કે એનએચએસ અને સૈનિકોને એક સાથે લાવવાની યોજના બનાવામાં આવી રહી છે, જેથી કરીને કોરોના વાયરસની રસી આપી શકાય. તેમણે કહૃાું કે રસી એ આશાનું મોટું કિરણ છે. આપને જણાવી દઈએ કે બ્રિટનાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી દોડમાં સૌથી આગળ ચાલી રહી છે. એપ્રિલથી આ રસીનું ટ્રાયલ ચાલી રહૃાું છે. એવી આશા છે કે નિયામક સંસ્થા ક્રિસમસની પહેલા આ રસીને પોતાની મંજૂરી આપી દેશે.
યુકેની સરકારે રસીને મંજૂરી આપતા પહેલા ૧૦ કરોડ ડોઝનો ઓર્ડર આપી દીધો છે. ઓક્સફર્ડની રસી વ્યક્તિને બે વાર આપવી પડશે. આથી બ્રિટિશ સરકારની મુશ્કેલી વધી ગઇ છે.