નવીદિૃલ્હી,તા.૦૧
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં બ્રિટનની યાત્રા પર છે. જ્યાં તેઓ નવા લુકમાં દૃેખાઈ રહૃાા છે. તેમણે પોતાની દૃાઢીને ટ્રિમ કરાવી લીધું છે અને કોટ ટાઈમાં દૃેખાઈ રહૃાા છે. જેવી તેમની નવી તસ્વીર સામે આવી, જોતજોતામાં વાયરલ થઈ ગઈ. કેમ કે તેમણે ૫ મહિના કરતા પણ વધારે સમયથી પોતાની દૃાઢી ટ્રિમ કરાવી નથી. ભારત જોડો યાત્રા દૃરમિયાન રાહુલ ગાંધીની દૃાઢી ખૂબ ચર્ચાનો વિષય બની હતી. જ્યારે યાત્રા ખતમ થઈ, ત્યારથી લોકો પુછી રહૃાા હતા કે તેઓ પોતાની દૃાઢી ક્યારે કપાવશે? રાહુલ ગાંધી એક અઠવાડીયા માટે આ યાત્રા પર મંગળવારે બ્રિટન પહોંચ્યા છે. ત્યાં કેમ્બ્રિજ યુનિવર્સિટીને સંબોધન કરશે અને ભારતીય પ્રવાસી સમુદૃાય સાથે વાતચીત કરશે. કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલમાં વિઝિિંટગ ફેલો ગાંધી વિશ્ર્વવિદ્યાલયમાં ૨૧મી સદૃીના સાંભળવું અને શિખવું વિષય પર વ્યાખ્યાન આપશે. કેમ્બ્રિજન જેબીએસે મંગળવારે ટ્વીટ કર્યું, અમારા કેમ્બ્રિજ એમબીએ કાર્યક્રમને ભારતના અગ્રણી વિપક્ષી નેતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સાંસદૃ રાહુલ ગાંધીનું સ્વાગત કરતા ખૂબ ખુશી થઈ. તેઓ આજે ૨૧મી સદૃીમાં સાંભળવું અને શિખવું વિષય પર કેમ્બ્રિજ જેબીએસના વિજિિંટગ ફેલો તરીકે બોલશે. ૫૨ વર્ષિય કોંગ્રેસ નેતાએ છેલ્લે ગત વર્ષે મે મહિનામાં યૂકેના પ્રવાસ દૃરમિયાન કોર્પસ ક્રિસ્ટી કોલેજમાં ઈંડિયા એટ ૭૫ શીષર્કથી આયોજીત એક કાર્યક્રમમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીને સંબોધન કર્યું હતું.