બ્રિટનમાં સ્કારલેટ તાવના ૩૦ હજારથી વધુ કેસ સામે આવ્યા , ૧૬ બાળકોના થયા મોત

કોરોનાની લહેર વચ્ચે બ્રિટનમાં સ્કારલેટ તાવનું છે તાંડવ

ચીનમાં કોરોના વાયરસની લહેર વચ્ચે હવે બ્રિટનમાં સ્કારલેટ તાવે તાંડવ મચાવવાનું શરૂ કરી દીધુ છે. બ્રિટનમાં આ તાવના ૩૦ હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને ૧૬ બાળકોના મોત થયા છે. બ્રિટનની હેલ્થ સિક્યોરિટી એજન્સીએ જણાવ્યું કે પાછલા સપ્તાહે સ્કારલેટ તાવના ૧૦ હજાર નવા કેસ સામે આવ્યા છે. આ જીવલેણ તાવથી ૧૬ બાળકોના મોત થયા છે. એટલું જ નહીં અમેરિકા સુધી તેના પહોંચવાનો ડર વ્યક્ત કરવામાં આવી રહૃાો છે. ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે પાછલા ૧૨ સપ્ટેમ્બરથી અત્યાર સુધી ૨૭ હજાર લોકો આ તાવથી સંક્રમિત થઈ ચુક્યા છે. એજન્સીએ જણાવ્યું કે પહેલાના અનુમાનથી અલગ મોટા પાસા પર કેસ સામે આવ્યા છે. તેના કારણે સંક્રમણમાં ખુબ વધારો થયો છે. આ આંકડો ડોક્ટરો તરફથી આવ્યો છે, જેને સ્થાનીક અધિકારીઓ અને સ્વાસ્થ્ય સુરક્ષા ટીમને તેની જાણકારી આપી હતી. આ પહેલાના અનુમાનથી ૧૨૮ ટકા વધુ છે. આ વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં તત્કાલ સમયે આવેલા કેસમાં સૌથી વધુ છે. પરંતુ પાછલા વર્ષે પણ આંકડા વધુ હતા. એજન્સીએ કહૃાું કે ૧૧થી ૧૮ ડિસેમ્બર વચ્ચે ૯૪૮૨ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ દર્દૃીઓની કુલ સંખ્યા ૩૦ હજાર સુધી પહોંચી ગઈ છે. આ સંખ્યા વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮થી વધુ છે. જાણવા મળી રહૃાું છે કે ૧૮ વર્ષથી નાની ઉંમરના ૧૬ બાળકોના મોત થયા છે. સ્કારલેટ તાવ બેક્ટેરિયાને કારણે ફેલાય છે જે વધુ વિકસિત થઈને ઘાતક સંક્રમણ કરી શકે છે. સ્કારલેટ તાવમાં લૂ જેવા લક્ષણ જોવા મળે છે જેમાંથી ભારે તાવ, શરદી અને ગળામાં સોજો આવે છે. ફોલ્લીઓ લગભગ ૧૨ થી ૪૮ કલાક પછી દૃેખાય છે. આ બાળકોને ઉલટી પણ થાય છે. આ તાવ હવે અમેરિકામાં ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને જોતા બાઇડેન તંત્ર એલર્ટ થઈ ગયું છે. માનવામાં આવી રહૃાું છે કે અમેરિકામાં પણ આ તાવના ઘણા દર્દૃી છે પરંતુ તેની હજુ ચોક્કસ સંખ્યા મળી નથી.