બ્રિટનમાં ૯૦ વર્ષની મારગ્રેટ કીનને પૂર્ણ વિકસિત કોરોનાની રસી આપવામાં આવી

બ્રિટનની ૯૦ વર્ષની મારગ્રેટ કીનન વિશ્વની પ્રથમ મહિલા બની ગઇ છે જેને કોરોનાની પ્રથમ પૂર્ણ વિકસિત રસી આપવામાં આવી છે. આજે લંડનમાં એક હોસ્પિટલમાં ડૉક્ટરોએ તેમણે ફાઇજર/ બાયોએનટેક દ્વારા વિકસિત કોરોનાની પ્રથમ રસી આપી હતી.
મારગ્રેટ કીનનને મધ્ય ઇંગ્લેન્ડની કૉવેંટ્રી હોસ્પિટલમાં ડૉક્ટરોએ કોરોનાની રસી આપી હતી, તેમણે સ્થાનિક સમય અનુસાર ૬ વાગીને ૩૧ મિનિટે કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી.મારગ્રેટ કીનન એક અઠવાડિયા બાદ પોતાનો ૯૧મોં જન્મ દિવસ મનાવશે.
મહત્વપૂર્ણ છે કે બ્રિટનમાં આજથી કોરોનાની રસી આપવાનું અભિયાન શરૂ થયુ છે. આ કોરોના વેક્સીનને અમેરિકન કંપની ફાઇજર અને બાયોએનટેકે વિકસિત કરી છે. મારગ્રેટ કીનન પ્રથમ મહિલા છે જેણે કોરોનાની પૂર્ણ વિકસિત રસી આપવામાં આવી છે. આ પહેલા કોરોના વેક્સીનને વિકસિત કરવા દરમિયાન કેટલાક લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચુકી છે.
આ વેક્સીનની શરૂઆત સાથે બ્રિટન વિશ્વનો પ્રથમ દૃેશ બની ગયો છે જેણે લગભગ ૧૫ લાખ લોકોનો જીવ લેનાર કોરોના મહામારી વિરૂદ્ધ અંતિમ જંગની શરૂઆત કરી દીધી છે.
કોરોના વેક્સીન લીધા બાદ મારગ્રેટ કીનને કહૃાુ કે, ખુદને ભાગ્યશાળી સમજે છે કે તેણે કોરોનાની પ્રથમ વેક્સીન આપવામાં આવી છે. આ મારા જન્મદિવસ પહેલા શાનદાર ભેટ છે, જેની હું પ્રાર્થના કરી શકુ છું. હવે હું પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવી શકુ છું અને પરિવાર સાથે નવા વર્ષની ઉજવણીમાં સામેલ થઇ શકુ છું.