બ્રિસ્બેન ટેસ્ટ: પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા ૨૭૪/૫, લાબુનેશનની સદી

  • ટી.નટરાજને ડેબ્યૂ ટેસ્ટમાં બે વિકટ ઝડપી, સુંદરે સ્મિથને આઉટ કર્યો

 

 

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં બ્રિસ્બેન ખાતે ૫ વિકેટે ૨૭૪ રન કર્યા છે. દિવસના અંતે ટિમ પેન ૩૮ રને અને કેમરુન ગ્રીન ૨૮ રને અણનમ છે. કાંગારું માટે માર્નસ લબુશેન ટોપ સ્કોરર રહૃાો હતો. તેણે પોતાના ટેસ્ટ કરિયરની પાંચમી ફિફટી ફટકારતા ૨૦૪ બોલમાં ૯ ફોરની મદદથી ૧૦૮ રન કર્યા.

તેના સિવાય મેથ્યુ વેડે ૪૫ અને સ્ટીવ સ્મિથે ૩૬ રનનું યોગદાન આપ્યું. ભારત માટે ટી. નટરાજને ૨, જ્યારે વી. સુંદર, શાર્દૃુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજે ૧-૧ વિકેટ લીધી. કેમરૂન ગ્રીન ૧૯ રને રમી રહૃાો હતો ત્યારે શાર્દૃુલ ઠાકુરે પોતાની બોિંલગમાં તેનો રિટર્ન કેચ છોડ્યો હતો.

સ્ટીવ સ્મિથની વિકેટ ગુમાવ્યા પછી લબુશેન અને મેથ્યુ વેડે કાંગારુંની ઇનિંગ્સ સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે ૧૧૩ રનની ભાગીદારી કરી હતી. વેડે ૮૭ બોલમાં ૬ ફોરની મદદથી ૪૫ રન કર્યા હતા. તે નટરાજનનો ટેસ્ટમાં પ્રથમ શિકાર બન્યો. નટ્ટુની બોિંલગમાં શાર્દૃુલ ઠાકુરે તેનો કેચ પકડ્યો.

માર્નસ લબુશેન ૩૭ રને રમી રહૃાો હતો ત્યારે નવદીપ સૈનીની બોલિંગમાં અિંજક્ય રહાણેએ ગલીમાં તેનો કેચ છોડ્યો.

સ્ટીવ સ્મિથ સુંદરની બોલિંગમાં શોર્ટ મિડવિકેટ પર રોહિત શર્માના કેચ આઉટ થયો હતો. સ્મિથે ૭૭ બોલમાં ૫ ફોરની મદદથી ૩૬ રન કર્યા હતા.

કાંગારું ઓપનર્સ ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ળ રહૃાા હતા. ડેવિડ વોર્નર ૧ રને મેચની પહેલી જ ઓવરમાં મોહમ્મદ સિરાજની બોિંલગમાં સેકન્ડ સ્લીપમાં રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી માર્કસ હેરિસ ૫ રને શાર્દૃુલ ઠાકુરની બોિંલગમાં સ્કવેર લેગ પર સુંદરના હાથે કેચ આઉટ થયો હતો.