બ્રિસ્બેન ટેસ્ટ: ભારતીય બોલર નવદીપ સૈની ઇજાગ્રસ્ત

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયા સામે સૌથી મોટો પડકાર ખેલાડીઓની ફિટનેસ સાબિત થઇ. લગભગ ડઝન ભર ખેલાડીઓ ઇજાગ્રસ્ત છે. આવામાં ઘાયલોની ટીમમાં વધુ એક નામ ઉમેરાયું છે નવદીપ સૈની. શુક્રવારથી ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા વચ્ચે શરૂ થયેલી ચોથી ટેસ્ટ મેચના પહેલાં જ દિવસે નવદીપ સૈની ઇજાગ્રસ્ત થયો અને ચાલુ ઓવર છોડીને મેદાન બહાર જવું પડ્યું. ૩૬મી ઓવરમાં ઇજાગ્રસ્ત થયો. મળતી માહિતી પ્રમાણે, સૈનીના પગની માસપેશીઓ ખેંચાઇ ગઇ છે.

નવદીપ સૈનીની ઓવર રોહિત શર્માએ પૂરી કરી. રોહિતે પારીની ૩૬મી ઓવરનો છેલ્લો બોલ નાંખ્યો. ઇજાનો સામનો કરી રહેલી ટીમ ઇન્ડિયા ચાર ફેરફાર સાથે આજે ચોથી ટેસ્ટ મેચ રમવા ઉતરી હતી. ઇજાને કારણે જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહારી આ મેચ રમી રહૃાાં નથી. તેમના સ્થાને ટી. નટરાજન, વોશિંગ્ટન સુંદરે ડેબ્યૂ કર્યું. ઉપરાંત શાર્દૃૂલ ઠાકુર અને મયંક અગ્રવાલને ચાન્સ આપવામાં આવ્યો.