અમરેલી,
અમરેલી શહે2ને બ્રોડગેજ આપવા બાબત જે અમરેલી શહેરના લોકો દ્વારા સ્વયંભુ ચળવળ ચાલી રહી છે અને અમરેલી માંગે બ્રોડગેજ બાબતે થઇ 2હેલી 2જુઆતો બાબત અમ2ેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા.5/8/2023 ના કારોબા2ી સભ્યો દ્વા2ા મળેલી મીટીંગમાં ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વા2ા બ્રોડગેજ મળે તે માટે જાણ ક2વામાં આવેલી છે અને લોકોના સ્વયંભુ ચળવળને અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સે સંપુર્ણ ટેકો જાહે2 ક2ે છે તેમજ અનાજ- કરીયાણા એસોશીએશન તથા ઇન્દિરા શોપીંગ સેન્ટર એસોશીએશન પણ સંપુર્ણ ટેકો જાહેર કરે છે. અમરેલીને બ્રોડગેજ મળે તો અમરેલી જિલ્લાના તમામ વેપારીઓને પણ માલ મંગાવવામાં તેમજ અહીંથી માલ મોકલવામાં ઘણો ફાયદો થાય તેમ છે. હાલમાં મહારાષ્ટ્રથી ખાંડની બોરી 1 ના ટ્રાન્સપોર્ટનું ભાડુ રૂા.300/- થાય છે. જો બ્રોડગેજ લાઇન મળે તો તે ખાંડ બોરી 1 નું ભાડુ રૂા.125/- થશે. માટે જનતાને પણ ફાયદો થાય તેમ છે તેમજ અમરેલી જીલ્લાના રત્ન કલાકારો સુરત ખુબ જ વસવાટ ક2ી 2હયા છે તેને પણ હાલમાં પ્રાઇવેટ લકઝરી બસવાળા એક સોફાના રૂા.1500/- ભાવ ક2ેલ છે તે બ્રોડગેજ મળે તો રૂા.250/- માં આરામથી સુરત પહોંચી શકે. માટે અમરેલી શહેરને બ્રોડગેજ મળે તે ખુબ જ મહત્વની જરૂરીયાત છે. તેથી અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ સંપુર્ણ ટેકો જાહેર કરે છે અને જયા પણ આંદોલન ક2વુ પડે ત્યાં વેપારી સમાજ સાથે 2હીને લડત આપશે અને અમરેલીની જનતાને પણ મીશન બ્રોડગેજમાં જોડાવવા વિનંતી છે. તેમ અનાજ કરીયાણા રીટેલ મર્ચન્ટ એસો. તથા અમરેલી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ચતુરભાઇ અકબરી અને ઇન્દીરા શોપીંગ સેન્ટર એસો. નાં ગીરીશભાઇ ભટ્ટ, યોગેશભાઇ કોટેચા, હકુભાઇ ચૌહાણ, હરેશભાઇ સાદરાણી, સંજયભાઇ રામાણી, જીલુભાઇ વાળા, દિનેશભાઇ ભુવા, મુકુન્દભાઇ ગઢીયા, ગીરીશભાઇ ભટ્ટ, નટુભાઇ મસોયા, ઘનશ્યામભાઇ રૈયાણી, બાબુભાઇ કાબરીયા, ભાવેશભાઇ પડસાળા, યોગેશભાઇ ગણાત્રા, બાબુભાઇ જાવીયા, સંજયભાઇ વણજારા, નિખીલભાઇ મેહતા, હરીશભાઇ કંશારા, રસીકભાઇ પાથર, સુનીલભાઇ વિઠલાણી, નિતીનભાઇ સોની (રાજપરા), સુરેશભાઇ રોકડ, નિતીનભાઇ સાયાણી, અશોકભાઇ અટારા, અનીલભાઇ કાણ કીયા (પારેખ), ગુણવંતભાઇ ગઢીયા આર.આર. ચાવાળા સહિતે જણાવ્યુ .