બ્રોડગેજ માટે અમરેલીમાં શહેરીજનોના પ્રતિક ધરણા

અમરેલી,
અમરેલી જિલ્લા કક્ષાનું મથક હોવા છતા ટ્રેન સુવિધા ન હોવાથી બ્રોડગેજ ટ્રેન આપવા માંગણી સાથે મિશન બ્રોડગેજ દ્વારા ચાલી રહેલા આંદોલન કાર્યકમ મુજબ ઘંટનાદ પોસ્ટ કાર્ડ ઝુંબેશ બાદ આજે ગાંધી જયંતી નિમિતે શહેરના રાજકમલ ચોકમાં એક દિવસીય પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. સવારથી સાંજ સુધી પ્રતિક ધરણા છાવણીની અનેક રાજકીય આગેવાનોએ પણ મુલાકાત લીધી હતી આ ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આગેવાનો અને શહેરનાં વરિષ્ઠ નાગરીકોએ ધરણા કરી રામધ્ાુન બોલાવી હતી કોંગ્રેસના શ્રી વિરજીભાઇ ઠુંમર, ડી.કે. રૈયાણી, શ્રી દિલીપભાઇ પરીખ સહિતના આગેવાનોએ ઉપવાસી છાવણીના પોતાનું સમર્થન આપ્યુ હતુ. અને ગાંધીબાગમાં પૂ. મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી મિશન બ્રોડગેજ દ્ારા જ્યાં સુધી બ્રોડગેજ ન થાય ત્યાં સુધી કાર્યક્રમો આપવા નક્કી થયા મુજબ યોજાયેલા કાર્યક્રમમાં શહેરના વેપારીઓએ પણ સમર્થન આપ્યુ હતુ. અમરેલી શહેરને બ્રોડગેજ જલ્દી મળે તે માટે ગાંધી જયંતી અનુલક્ષીને ધરણાનું આયોજન થયાનું મિશન બ્રોડગેજ દ્વારા જાણવા મળ્યુ .