બ્રોડગેજ માટે આંદોલનનું રણશીંગુ ફુંકતુ ધારી : આવેદન અપાયું

ધારી,
ધારી તાલુકાના નાગરીકો એકત્રીત થઈ ધારી તાલુકો ગીર કાઠે આવેલ ઐતીહાસીક તાલુકો છે. ધારીમાં વિશ્ર્વવંદનીય યોગીજી મહારાજનું જન્મ સ્થળ છે જેથી અહી સ્વામીનારાયણ મંદિરમાં વિશ્ર્વભરના ભાવિકો આવતા હોય તે પ્રવાસીઓની સંખ્યા પણ અસંખ્ય પ્રમાણમાં મળી રહે તેમ છે. ધારી મથકએ થી જુનાગઢ, સોમનાથ, સાસણ જેવા ઐતીહાસીક સ્થળો માટેના રૂટનું અંતર ખુબજ અનુકુળ છે જેથી પ્રવાસીઓ પણ વિપુલ પ્રમાણમાં રહેવાની શક્યતાઓ છે. દેશમાં એરપોર્ટથી માંડીને રો-રો ફેરી અને મેટ્રો ટ્રેન જેવી સુવીધા મળતી થઈ છે. ત્યારે આ તાલુકાને અંગેજો સ્થાપીત રેલ્વેના પાટા પણ બદલવામાં આવતા નથી. દેશ ભરમાં લગભગ માત્ર ધારી તાલુકો કે જે આ મીટરગેજ રેલ્વે લાઈન છે. ધારી તાલુકો ગુજરાતનો સૌથી મોટો તાલુકો છે જેમાં 90 જેટલા ગામડાઓ છે જેથી પુષ્કળ પ્રમાણમાં રેવન્યું આવક થવાની શક્યતા છે. જેથી ધારી તાલુકાના નાગરીકો દ્વારા ભાવનગર વેસ્ટર્ન રેલ્વે ડીઆરએમ તથા પ્રાંત કલેક્ટરને આવેદન પત્ર પાઠવી સુત્રોચાર સાથે બ્રોડગેજની માંગણી કરવામાં આવી છે. ભૌગોલીક દ્રષ્ટીએ ધારી શહેર બે ભાગમાં વહેચાયેલ છે આ ગામની વસ્તી આજુ બાજુના પરાઓ સહિત 60,000 લોકો વસવાટ કરે છે ગામના છેવાડે ફાટક હોવાથી અવર જવર કરવા માટે લોકોને 3 કી.મી. ફરીને જવાનું થાય છે જેથી પેટ્રોલ ડીઝલ અને વાહનોનો ઘસારો વધ્ો છે. મેડીકલ ઈમરજન્સી જેવા સંજોેગોમાન લોકોને હાલાકી પડે છે. હોમ સિગ્નલ નજીકથી અંડરપાસ મંજુરથાઈ તે માટે સેવાભાવી સંસ્થા બજરંગ ગૃપના પ્રમુખ પરેશભાઈ પટ્ટણીની આગેવાનીમાં વર્ષ 2000 દરમીયાન 72 દિવસ ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડેલ અને ત્રણ દિવસ સુધી ધારી ગામ બંધ રહેલ અને ટ્રેન રોકો આંદોલન પણ કરવામાં આવેલ જેથી અંડરબ્રીજ બનાવવા પણ લોકોએ આવેદન પત્રમાં માંગણી કરી