ભક્તો માટે ૧૦ થી ૧૩ ઓગસ્ટ સુધી બંધ રહેશે દ્વારકાધીશ મંદિર

કોરોના મહામારીના કારણે આજથી ગુજરાતના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ રહેશે. એટલે કે આજથી ભક્તો દ્વારકાધીશના દર્શન કરી શકશે નહીં. ૧૦ ઓગસ્ટથી ૧૩ ઓગસ્ટ સુધી મંદિરમાં ભક્તોને દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે. જન્માષ્ટમીએ પણ દ્વારકાધીશ મંદિરમાં સાદગીથી ઉજવાશે. કોરોનાના કેસ વધતા જિલ્લા ક્લેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હતું. આજથી કોરોનાવાયરસના કારણે ભક્તો તેમજ ભગવાન દ્વારકાધીશ વચ્ચેનું અંતર જોવા મળી રહૃાું છે. ઐતિહાસિક રીતે પ્રથમ વખત સાતમ, આઠમ, નોમ ભગવાન દ્વારકાધીશના દર્શન ભક્તો માટે બંધ કરાયા છે. માત્ર પુજારી પરીવાર દ્વારા ભગવાન દ્વારકાધીશના જન્માષ્ટમી ઉત્સવને ઉજવવામાં આવશે. દ્વારકા પ્રાચીન નગરી કહેવાય છે ચાર ધામ પૈકીનું એક ધામ એવું દ્વારકામાં બારે માસ ભક્તોની ભીડ રહેતી હોય છે આ વખતે ઇતિહાસમાં પ્રથમ વખત મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાનો કહેર સતત વધી રહૃાો છે ત્યારે તંત્રએ મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આ વખતે ભક્તો અને ભગવાન વચ્ચે કોરોના કહેરના કારણે સામાજિક અંતર વધી ગયું છે. કોરોનાએ સમગ્ર વિશ્ર્વમાં એવો કહેર વર્તાવ્યો કે મંદિરોમાં પ્રવેશ બંધ થયો વૈશ્ર્વિક મહામારીએ લોકોને ભગવાનથી દુરી બનાવવા મજબૂર કરી દૃીધા છે. જન્માષ્ટમી આમતો દર વર્ષે અહીં ધામધૂમ ઉજવાતો સહુથી મોટો ઉત્સવ છે દ્વારકામાં આ સમયે દૃોઢ થી બે લાખ જેટલા ભક્તો આ સમયે દ્વારકા દર્શને અને જન્માષ્ટમી પર્વ પર ખાસ આવતા હોય છે. દ્વારકાધીશના જન્મના વધામણાં કરવા ભક્તો દેશ દુનિયામાંથી આવતા હોય છે.

અહીં હર્ષો ઉલ્લાસ પૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે. અહીંનો ભવ્ય માહોલ જોઈને જ લોકો મંત્રમુગ્ધ બની જાય છે. જય દ્વારકાધીશપ જય હો નંદલાલ કીપ સહિતના નાદ સાથે દ્વારકાની ગલીએ ગલી દ્વારકામય બની જાય છે. કૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ)ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે આ વાર્ષિક હિન્દુ તહેવાર વિષ્ણુના આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દ્વારકા અને મથુરા સહિત વિશ્ર્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કરવામાં આવે છે.