ભથ્થામાં વિસંગતતા પ્રશ્ર્ને અમરેલી જિલ્લા જેલના સુરક્ષા કર્મચારીઓ હડતાલ ઉપર

અમરેલી,ભથ્થામાં વિસંગતતા પ્રશ્ર્ને અમરેલી જિલ્લા જેલના સુરક્ષા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે
હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓએ જણાવાયું છે કે, ગૃહ વિભાગ અંતર્ગત પોલીસ વિભાગ અને જેલ વિભાગ પણ આવે છે. પોલીસ તથા અન્ય વિભાગની જેમ જેલ વિભાગમાં ભરતીની પ્રક્રિયા પણ સરખી જ હોય છે તેમ છતા પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેર સુરક્ષા “પ્રોેત્સાહન ભથ્થામાં જેલના કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યા છે. જેલ વિભાગના ક્રમચારીઓ 24 કલાક પોતાની ફરજ પર હોય છે અને આવશ્યક સેવામાં સમાવેશ કરવામાં આવેલો છે તેમ છતા ભથ્થામાં વિસંગતતા છે. જો જેલ વિભાગના કર્મચારીઓનો પોલીસ વિભાગમાં સમાવેશ થતો ન હોય તો યુનિયન બનાવવાની પરવાનગી આપવાની માગણી કરવામાં આવી છે.