ભયમુક્ત ચુંટણી માટે પોલીસ તંત્ર દ્વારા શ્રેણીબધ્ધ પગલાઓ શરૂ

  • જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટની અનુલક્ષીને એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા 
  • પ્રોહીબિશનના 1950 કેસ, 1931 આરોપી ઝડપાયા :દેશી દારૂ 1030 લીટર, ઇગ્લિશ 638 બોટલ મળી કુલ 847698 નો મુદામાલ કબજે:13 હથિયારો, 95 કાર્ટીસ સાથે 13ને પકડી પાડયા

અમરેલી, અમરેલી જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની સામાન્ય ચુંટણી – 2021 અન્વયે જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ભયમુક્ત તેમજ તટસ્થ મતદાન થાય તે હેતુથી અસુરક્ષીત મતદારોને થતી પરેશાની અટકાવવા અટકાયતી પગલા લેવાયા હતા. અટકાયતી પગલામાં સીઆરપીસી, પ્રોહી, તડીપાર, પાસા મળી કુલ 9661 કેસ કરવામાં આવ્યા બિન જામીન લાયક વોરંટ બજવણી કુલ આવેલ 637 માં 633 નીકાલ – 4 પેન્ડીગ પ્રોહી 1950 કેસ, 1931 આરોપી પકડાયા, દેશી દારૂ 1013 લી., ઇંગ્લીશ 638 બોટલ મળી રૂા. 847698 નો મુદામાલ કબ્જે કર્યો જીલ્લામાં 13 હથિયાર પકડાયા, 95 કાર્ટીઝ સહિત 13 આરોપી ઝડપાયા : પરવાના વાળા 1339 હથીયાર જમા લેવાયા હતા.
અટકાયતી પગલામાં સી.આર.પી.સી. 107,151 – 1054, સી.આર.પી.સી. 107,116 (3) – 1512, સી.આર.પી.સી. 109 – 978, સી.આર.પી.સી. 110 – 4623, પ્રોહી – 93 – 1255, તડીપાર – 206, પાસા – 33, કુલ 9661, બિન જામીન લાયક વોરંટ બજવણી કુલ આવેલ 637 માં 633 નીકાલ – 4 પેન્ડીગ, પ્રોહી 1950 કેસ, 1931 આરોપી પકડાયા, દેશી દારૂ 1013 લી., ઇંગ્લીશ 638 બોટલ મળી રૂા. 847698 નો મુદામાલ કબ્જે, જીલ્લામાં ગેરકાયદેસર પકડેલ હથીયારો તથા કાર્ટીઝ કેસની સંખ્યા 03, 13 હથીયાર પકડાયા, 95 કાર્ટીઝ સહિત 13 આરોપી ઝડપાયા, પરવાના વાળા હથીયારોની સંખ્યા 1395, જમા આવેલ પરવાના વાળા હથીયાર 1339, મુકિત આપવામાં આવેલ હથીયાર 56, જીલ્લામાં ચેક પોસ્ટ તેમજ વાહન ચેકીંગ કરી આદર્શ આચાર સહિંતાનો ભંગ ન થાય તે માટે કરેલી કાર્યવાહીમાં ચેક પોસ્ટ – 18, ચેક કરેલ વાહનની સંખ્યા 33544, એન.સી.કેસની સંખ્યા 2702, વસુલ કરવામાં આવેલ દંડની રકમ 1187700, સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ચુંટણી બંદોબસ્ત માટે બહારના શહેર / જીલ્લા તથા યુનિટ ખાતેથી આવેલ એસ.આર.પી. અને જીલ્લામાંથી ફાળવેલ પોલીસ જેમાં બહારના જીલ્લામાં ફાળવેલ એસ.આર.પી. 02 – કંપની, 235 પોલીસ કર્મચારીઓ, 157 – હોમગાર્ડઝ, જી.આર.ડી., એસ.આર.ડી., 01 – પ્લાટુન, 01 – સેકશન, અમરેલી જીલ્લામાંથી ફાળવેલ 45 – પોલીસ અધિકારીઓ, 1122 પોલીસ કર્મચારીઓ,1856 – હોમગાર્ડઝ, જી.આર.ડી., એસ.આર.ડી., અમરેલી જીલ્લામાંથી ફાળવેલ 02 કંપની, 01 – પ્લાટુન, 01 – સેકશન 45 – પોલીસ અધિકારીઓ, 1357 પોલીસ કર્મચારીઓ,2013 – હોમગાર્ડઝ, જી.આર.ડી., એસ.આર.ડી., ફાળવીને સંવેદનશીલ વિસ્તારોમાં ફેલગમાર્ચ કરવામાં આવી હતી.