ભરૂચના ગાંધી બજારમાં ખુલ્લી ગટરમાં પડ્યા બાળકી અને વૃદ્ધ, આબાદ બચાવ

ભરૂચના ગાંધી બજારમાં આજે બપોરે વરસાદી પાણીમાં એક બાળકી અને એક વૃદ્ધ ખુલ્લી ગટરમાં પડી ગયા હતા. સ્થાનિક લોકોએ બંનેને બહાર કાઢ્યા હતા. વરસાદની સિઝનમાં પાલિકા દ્વારા ગટરોને ખુલ્લી રાખીને લોકોના જીવ જોખમમાં મુક્યા છે. આ બંને ઘટના એક દૃુકાનના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. ભરૂચના ગાંધી બજારમાં આજે બપોરે ૧૨:૫૩ વાગ્યે દૃુકાન પરથી સામાન લઇને પોતાના ઘરે જતી વખતે રસ્તા પર પાણી ભરાતા ખુલ્લી ગટર ન દૃેખાતા બાળકી સામાન સાથે ગટરમાં પડી ગઇ હતી.
જોકે સ્થાનિક લોકોએ બાળકીને ગટરમાંથી બહાર કાઢતા તેનો જીવ બચી ગયો હતો. આ ઉપરાંત આજે બપોરે ૧૨:૪૫ વાગ્યે ગાંધી બજારમાંથી સાઇકલ લઇને પસાર થઇ રહેલા એક વૃદ્ધ ખુલ્લી ગટરમાં પડ્યા હતા. જોકે સ્થાનિક લોકોએ તેમને બહાર કાઢ્યા હતા. આમ બે લોકોના ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટનાને પગલે લોકોમાં પાલિકા સામે આક્રોશ જોવા મળ્યો હતો. બીજી તરફ ભરૂચના સેવાશ્રમ રોડ પર પડેલા ખાડામાં રીક્ષા પટકાતા ટાયર નીકળી ગયુ હતું. જોકે રીક્ષા ચાલકનો બચાવ થયો હતો. ટાયર નીકળી જતા રીક્ષાચાલકે રીક્ષાને આગળની ઉચકીને લઇ જવી પડી હતી.