ભરૂચના હાસોદમાં સૌથી વધુ ૩ ઇંચ વરસાદ ખાબક્યો

  • રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૫ તાલુકામાં વરસાદ

    ગુજરાતમાં વરસાદી માહોલ જામી ગયો છે. અત્યાર સુધી રાજ્યના બધા તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચુકી છે. તો રાજ્યમાં અમુક જગ્યાએ તો સરેરાશ કરતા વધુ વરસાદ પડી ગયો છે. જો છેલ્લા ૨૪ કલાકમાં થયેલા વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યના ૮૫ તાલુકામાં વરસાદ પડ્યો છે. ભરૂચ, દાહોદ અને ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. તો અન્ય જગ્યાએ છૂટોછવાયો વરસાદ છે.
    ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ભરૂચ જિલ્લાના હાસોદમાં સૌથી વધુ ૩ ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. તો દૃાહોદમાં અઢી ઇંચ અને ગાંધીનગરના માણસામાં દોઢ ઇંચ જેટલો વરસાદ થયો છે. આ સિવાય મોરબીના કંટારા અને દાહોદના દૃેવગઢ બારિયામાં એક ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. આણંદના તારાપુર અને ભાવનગરના પાલિતાણામાં એક ઇંચ જેટલો વરસાદ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૭ જિલ્લાના ૮૫ તાલુકામાં વરસાદ પડ્યો છે.
    ગુજરાતમાં જો આ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધી વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યના ૨૫૧ તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ ચુકી છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો રાજ્યમાં અત્યાર સુધી ૩૬.૦૮ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના બે તાલુકામાં ૧ હજાર મિમીથી વધારે વરસાદ થયો છે. તો ૫૦૧થી ૧૦૦૦ મિમી વરસાદ થયેલા તાલુકાની સંખ્યા ૩૩ છે. તો બે તાલુકા એવા છે જ્યાં અત્યાર સુધી ૫૦ મિમી કરતા પણ ઓછો વરસાદ થયો છે.