ભલે તમે મને તેની ગર્લફ્રેન્ડ તરીકે મને પસંદ ન કરો પણ તેના પ્રેમનું સમ્માન કરો

  • રિયાએ સુશાંતના પરિવાર પર ઉઠાવી આંગળી- કહૃાું

સુશાંતસિંહ રાજુપૂત મામલામાં સીબીઆઇ તપાસનો સામનો કરી રહેલી અભિનેત્રી રિયાએ સુશાંત રાજપૂતના પરિવાર માટે સંદેશ આપ્યો છે. રિયાએ એક ઇન્ટરવ્યુમાં સુશાંતના પરિવારને મેસેજ આપતા કહૃાું મને અને મારા પરિવારને બર્બાદ કરવાની કોશિશ ન કરો. રિયા ચક્રવર્તીએ કહૃાું કે સુશાંતસિંહ મામલે પાપાવિહોણા આરોપથી તે તુટી ગઇ છે અને તેનો પરિવાર અસહનીય માનસિક તણાવનો સામનો કરી રહૃાો છે. જણાવી દઇએ કે સુશાંતસિંહ રાજપુત મામલે ઘણી એજન્સીઓ તપાસ કરી રહી છે. સુશાંતસિંહ રાજપૂતના પિતાના આરોપો પર જવાબ આપતા કહૃાું કે રિયા ચક્રવર્તીએ કહૃાું કે આ ખૂબ દુખદ છે કે કોઇ પીડાથી પસાર થઇ રહૃાું છે.

જ્યારે સમજી નથી શકતા કે મારા પર શું અસર થશે. હું તેમના છોકરાને પ્રેમ કરતી હતી. માનવતાના નામની કોઇ વસ્તુ નથી? મેં તેમના છોકરાની સાચવણી કરી. ઓછામાં ઓછું માનવતા, મારા માટે તેના પ્રેમનું સમ્માન કરો. ભલે તમે મને તેની ગર્લફ્રેન્ડ તરીકે મને પસંદ ન કરો. રિયાએ કહૃાું કે આ કેસ મારા સાધારણ, નિર્દૃોષ, મધ્યમ વર્ગીય પરિવારને બરબાદ કરી રહૃાો છે. તેમણે સુશાંતસિંહ રાજપૂતનો ઉલ્લેખ એક સારા છોકરા તરીકે કર્યો.

જે દુનિયા બદલવા માંગતો હતો. રિયાએ વાતચીતમાં ખુલાસો કર્યો કે સુશાંત તેની ડિપ્રેશનની સમસ્યાને લઇને પરિવારના ટચમાં હતો સુશાંતના પરિવારથી રિયાએ કહૃાું મેન અને મારા પરિવારને બરબાદ કરવાની કોશિશ ન કરો. કેસને લઇને આ બોલિવૂડ અભિનેત્રીએ કહૃાું હુ પોતે ઇચ્છું છું કે હકીકત સામે આવે, પરંતુ મને નિશાન બનાવીને નહીં. સુશાંતની બહેન નીતુ અંગે કોઇ કેમ બોલી રહૃાું નથી? જો સુશાંત તે અઠવાડિયે અસ્વસ્થ હતો તો તેને એકલો કેમ મુકી દૃીધો?