ભાઈ સ્નેહાશીષને કોરોના, હોમ ક્વોરેન્ટાઈનમાં રહેશે સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી હોમ ક્વોરેન્ટાઈન થઈ ગયા કારણ કે તેમના મોટા ભાઈ અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (કેબ) ના જોઈન્ટ સેક્રેટરી સેન્હાશીષ ગાંગુલીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બંગાળની રણજી ટીમના પૂર્વ ખેલાડી રહેલા સ્નાહાશીષ કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કેબના એક અધિકારીએ જણાવ્યું, છેલ્લા કેટલાક દિવસથી તેમને તાવ હતો અને આજે તેમનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગાંગુલીના એક નજીકના સૂત્રએ જણાવ્યું, રિપોર્ટ મોડી સાંજે આવ્યો છે. સ્વાસ્થ્ય પ્રોટોકોલને કારણે ગાંગુલીએ એક ચોક્કસ સમય માટે હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. પરંતુ ગાંગુલીએ આ મુદ્દા પર કોઈ વાત કરી નથી.