ભાજપનાં શ્રી જે.વી.કાકડીયાનાં સમર્થનમાં 200 યુવાનોએ કોંગ્રેસ છોડી ભાજપમાં કેસરીયા કર્યા

  • ચુંટણી ઇન્ચાર્જ ધનસુખભાઇ ભંડેરીની ઉપસ્થિતિમાં ભાજપનાં આગેવાનોએ આવકાર્યા

અમરેલી,
પેટા-ચૂંટણી 2020 94-ધારી-બગસરા-ખાંભા ની ચૂંટણી પ્રચાર અને પ્રસાર ફૂલ જોશથી ચાલી રહ્યો છે અને અંતિમ તબક્કામાં છે ત્યારે આજ રોજ ધારી તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ નિખિલ ભંડેરી અને સાથે મજબૂત 200 યુવાનોની ટિમ ધારી-બગસરા-ખાંભા વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી તથા ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયા તથા તાલુકા અગ્રણી મનહર વોરા તેમજ સમાજ આગેવાન મુન્નાભાઈ સાવલિયા ની વિશેષ હાજરીમાં આજ કેસરિયો ધારણ કરી અને ભાજપમાં જોડાયા અને પાર્ટીને વધુ મજબૂત કરવાનો નીર્ધાર કર્યો હતો.