ભાજપમાં એક બેઠક પર ૨૦થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

રાજ્યમાં ૬ મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા બાદ ભાજપ આજે સાંજ સુધીમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની જાહેરાત કરશે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે કહૃાુ કે, પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી. એક સીટ પર સરેરાશ ૨૦ દાવેદારોએ ટિકિટ માંગી હતી, રેકોર્ડ કહી શકાય એટલા લોકોએ ટિકિટ માંગી હતી. સીઆર પાટિલે કહૃાુ કે, જે લોકોની ટિકિટ કપાઇ છે તેની માફી માંગુ છું.

રાજ્યમાં ૮૧ નગરપાલિકાની ૨૪૨૦ બેઠક માટે આજે ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવશે. જ્યારે જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠક માટે પણ ઉમેદવાર જાહેર કરાશે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલે કહૃાુ કે, અમદાવાદના કાર્યક્રમમાં આગામી રૂપાણી સાહેબ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ હાજર રહીને તમામ ઉમેદવારોને સંકલ્પ લેવડાવશે. પોતાની જાતને પ્રજા માટે સમર્પિત કરવાનો સંકલ્પ લેશે. ભાજપ પક્ષ અને કાર્યકરો લોકશાહીનું જતન કરે છે. જેમણે ટિકિટ મળી છે અને જેમણે ટિકિટ નથી મળી તેમની માફી માંગુ છું.

રાજ્યની ૬ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, ત્યારે હવે ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતો માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે બુધવારથી શનિવાર સુધીનો સમય બાકી રહૃાો છે, ત્યારે કોંગ્રેસમાંથી ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કરી દીધુ છે. બીજી બાજુ ભાજપ આજે જિલ્લા દીઠ ૬૪૩૩ ઉમેદવારોની યાદી જાહેર કરશે.