ભાજપે જિલ્લા પંચાયતની ચાર સીટો અને અમરેલી પાલિકાના ત્રણ વોર્ડના ઉમેદવારોના નામ બાકી રાખ્યા

અમરેલી,સેન્સ લેવાયા બાદ જિલ્લા સંકલનમાં જેના નામ મોડા નક્કી કરાયા હતા તે પેનલોમાં મોડા જતા તેના નામ જાહેર થવામાં વિલંબ થયો છે ભાજપે જિલ્લા પંચાયતની ચાર સીટો અને અમરેલી પાલિકાના ત્રણ વોર્ડના ઉમેદવારોના નામ બાકી રાખ્યા છે.
જિલ્લા પંચાયતની વંડા, ગાધકડા, ચિતલ અને જુના વાઘણીયા બેઠકના ઉમેદવારોના નામ ભાજપે જાહેર નથી કર્યા એ જ પ્રકારે અમરેલી શહેરમાં વોર્ડ નં.1,7 અને 9 માં તળ અમરેલી અને મુસ્લિમ બહુમત વિસ્તારોમાં ઉમેદવારોના નામ જાહેર નથી કરાયા અમુક બેઠકો ઉપર વધ્ાુ સક્ષમ ઉમેદવારોને કારણે અને લોબીંગને કારણે પાર્ટી દ્વારા નિર્ણય લેવામાં વિલંબ થઇ રહયો છે બાકી રહેલા ઉમેદવારો આજે જાહેર થશે.