ભાજપે યુવાનોને તક આપી : શ્રી દિલીપ સંઘાણી

  • બહુમુખી પ્રતિભા સક્રિય અને સંનિષ્ઠ લોકપ્રિય યુવા આગેવાન કૌશિક વેક2ીયાની વરણી થતાં સર્વત્ર આવકાર
  • અમરેલી જિલ્લા ભાજપનાં આગેવાનો અને કાર્યકરોમાં પણ ખુશી વ્યાપી ગઇ : અભિનંદનની થઇ રહેલી વર્ષા

અમરેલી,

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અમરેલી જિલ્લા ભાજપનાં પ્રમુખ તરીકે યુવાન અગ્રણી શ્રી કૌશિકભાઇ વેકરીયાની નિમણુંક કરાતા અમરેલી જિલ્લામાં સર્વત્ર આવકાર સાથે ભાજપ આગેવાનો અને કાર્યકરોમાં ખુશી છલકાઇ ગઇ છે. સરળ અને સહજ સ્વભાવ, બહુમુખી પ્રતિભા, સક્રિય અને સંનિષ્ઠ કામગીરી એ કૌશિક વેકરીયાની ઓળખ છે તેમ અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ પદે કૌશિક વેકરીયાની વરણી બદલ વેકરીયાને શુભેચ્છા પાઠવતા પૂર્વ કેબીનેટ મંત્રી-રાષ્ટ્રિય સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ જણાવેલ છે. સંઘાણીએ વધુમા જણાવેલ કે, ગુજરાત પ્રદેશ ભાજપ એ યુવાશક્તિને તક આપીને તેમની શક્તિને વિસ્તારવાની, પક્ષના માધ્યમથી જનસમુહના સેવાકાર્ય પુરી પાડવાના શ્રેષ્ઠ નિર્ણયને બિરદાવી તેમને પણ આજના તકે અભિનંદન પાઠવુ છું તેમ સહકાર શિરોમણી શ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું છે.

નૂતન વર્ષની નજીક નૂતન વરણી થતા સંઘાણીએ કૌશિક વેકરીયાને આવનારૂ વર્ષ પક્ષ અને પ્રવૃતિમાટે પણ ફળદાયી નિવડે તેવી આશા અભિનંદન સાથે વ્યક્ત કરી હોવાનું યાદીમા જણાવાયેલ છે.