ભાજપ નેતા ઝડફિયાની હત્યાનું કાવતરુ નિષ્ફળ: શાર્પશૂટરની ધરપકડ

 • શાર્પશૂટરે અમદૃાવાદૃ એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ફાયિંરગ કરતા ચકચાર
 • રિલિફ રોડની વિનસ હોટેલ પર મધરાત્રે ૩ વાગ્યે એટીએસનું ઓપરેશન, શાર્પશૂટર ઇમરાન શેખ છોટા શકીલની ગેંગનો હોવાનો ખુલાસો, પાકિસ્તાનથી અપાઇ હતી સોપારી, અન્ય એક શાર્પશૂટર ફરાર
 • શૂટર પાસેથી ૨ ૯સ્સ્ની પિસ્તોલ જપ્ત કરાઇ,શાર્પશૂટરે કમલમમાં લાંબો સમય રેકી કરી હોવાનો પણ ખુલાસો, ભાજપ નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરુ રચ્યુ હતુ
 • શાર્પ શૂટર ઇરફાનને આ હત્યા માટે અઢી લાખ મળવાના હતા, તે છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં રહેતો હતો

  અમદાવાદ એટીએસ અને ક્રાઇમ બ્રાંચે ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા માટે આવેલા ઇરફાન શેખ નામના શાર્પ શૂટરની અમદાવાદની હોટલમાંથી ધરપકડ કરી લીધી છે. મંગળવારે રાત્રે એટીએસ અને ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે કોઈ શાર્પ શૂટર રિલિફ રોડ પર આવેલી વિનસ હોટલમાં રોકાયો છે અને ગુજરાતના કોઈ મોટા નેતાની હત્યા કરવાના ઇરાદા સાથે આવ્યો છે. ઇરફાન શેખ છોટા શકીલ ગેંગનો શાર્પ શૂટર છે.

  વિનસ હોટલમાં કોઈ શાર્પ શૂટર રોકાયાની માહિતી મળ્યા બાદ રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ એટીએસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ પહોંચી હતી. ટીમ જ્યારે પહોંચી ત્યારે શાર્પ શૂટરે એક રાઉન્ડ ફાયિંરગ કર્યું હતું. જોકે સદનસીબે કોઈ છ્જી જવાનને ઈજા થઈ નહોતી અને તેમણે આ શાર્પશૂટરને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા શૂટર ઇરફાન પાસેથી બે ૯સ્સ્ની પિસ્તોલ જપ્ત કરાઇ છે. તપાસ કરતા તેના મોબાઇલમાંથી બીજેપીના નેતા ગોરધન ઝડફિયાની તસવીર મળી આવી હતી. એવી પણ માહિતી મળી છે કે આ વ્યક્તિએ બીજેપીના કાર્યાલય કમલમની પણ રેકી કરી હતી. ઝડપાયેલા આરોપી મોહમ્મદ રફીકે મોટો ખુલાસો કરતા કહૃાું હતું કે પાકિસ્તાનથી હત્યાની સોપારી આપવામાં આવી હતી. ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવાનું ષડયંત્ર હતું.

  આરોપીની પૂછપરછમાં તપાસ એજન્સીને જાણવા મળ્યું છે કે, ઈરફાન ઈલિયાસ શેખ (ઉવ ૨૩) છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં રહેતો હતો. ત્યારે ઇરફાનને આજે રાતે મળવા માટે સલમાન નામનો વ્યક્તિ આવવાનો હતો જે ઇરફાનને બીજી મદદ કરવાનો હતો તેવું એટીએસ માની રહી છે. બીજી તરફ ચોંકાવનારી બાબત સામે આવી રહી છે કે, ઇરફાનને આ હત્યા માટે અઢી લાખ રૂપિયા મળવાના હતા.

  આ માહિતીને વધારે મજબુત કરવા સેન્ટ્રલ આઈબીએ પોતાના સૂત્રોને એક્ટીવેટ કરતાં જાણકારી મળી કે છોટા શકીલ ગુજરાતમાં એક મોટું ઓપરેશન પાર પાડવા જઈ રહૃાો છે. સેન્ટ્રલ આઈબીએ તુરંત ગુજરાત એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લને એલર્ટ મેસેજ મોકલી તૈયાર રહેવાની સૂચના આપી હતી. ગતરોજ મંગળવારે સેન્ટ્રલ આઈબીએ આંતરેલા છોટા શકીલના સંદેશામાં જાણકારી મળી કે, મુંબઈથી બે શાર્પ શૂટર અલગ અલગ રીતે અમદાવાદ પહોંચશે અને તેઓ સંગ અથવા ભાજપ સાથે સંકળાયેલા કોઈ નેતાને નિશાન બનાવશે. આ માહિતી મળતા તુરંત જ એટીએસની ટીમને તૈયાર કરી દેવામાં આવી.

  ઓપરેશન જટીલ હોવાને કારણે એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લએ પોતે ઓપરેશનનું નેતૃત્વ લેવાનો નિર્ણય કર્યો. મંગળવારની રાત્રે એક વાગ્યાના સુમારે ડીઆઈજી હિમાંશુ શુક્લ, ઈન્ચાર્જ એસપી દૃીપેન ભદ્રન, ડીવાયએસપી કે કે પટેલ અને ભાવેશ રોઝિયા સાથે ટીમ રીલીફ રોડ પર આવેલી હોટેલ વીનસ પર પહોંચી હતી. માહિતી ચોક્કસ હતી, જેના કારણે ચોક્કસ રૂમ પર જ પહોંચેલી ટીમે રૂમને ચારે તરફથી ઘેરી લીધો હતો. ડીવાયએસપી ભાવેશ રોઝિયાએ દરવાજો નોક કરતા અંદરથી સવાલ પુછવામાં આવ્યો કોણ? જોકે એટીએસની ટીમ સંભવીત સવાલ માટે તૈયાર હતી. આંતરવામાં આવેલા સંદેશામાં કઈ શાંકેતિક ભાષાનો પ્રયોગ થઈ રહૃાો છે તેવી તેમને ખબર હતી.

  રોઝિયાએ વળતા જવાબમાં કહૃાું, મહેમાન… તેવું કહેતા અંદર રહેલી વ્યક્તિને ખાતરી થઈ કે આ કોઈ પરિચિત છે. થોડીક ક્ષણ પછી દરવાજો ખુલ્યો અને તેની સાથે એટીએસની ટીમ રૂમમાં દાખલ થઈ. એટીએસ પાસે માહિતી હતી કે બે વ્યક્તિઓ આવેલી છે, પરંતુ રૂમમાં એક જ વ્યક્તિ નજરે પડતી હતી. આથી ડીવાયએસપી રોઝિયા સામે ઊભી રહેલી વ્યક્તિ પાસે જઈ ઊભા રહૃાા જ્યારે કે કે પટેલે રૂમમાં પડેલા સામાનને તપાસવાની શરૂઆત કરી. અન્ય બીજી વ્યક્તિ ક્યાં છે તેની તપાસમાં ડીઆઈજી શુક્લા અને એસપી ભદ્રન બાથરૂમ તરફ આગળ વધ્યા તે જ વખતે ભાવેશ રોઝિયા સામે ઊભી રહેલી વ્યક્તિએ પોતાની કમરમાં પેન્ટ નીચે સંતાડી રાખેલી પિસ્ટલ બહાર કાઢી અચાનક હથિયાર જોતા રોઝિયાએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પેલી વ્યક્તિને ધક્કો માર્યો જેના કારણે પેલો માણસ ઉંધે માથે જમીન પર પછડાયો.

  આ દરમિયાન તેના હાથમાં રહેલી પીસ્ટલમાંથી ગોળી ચાલી ગઈ, પણ સદનસીબે તેમાં કોઈને ઈજા થઈ નહીં. જોકે અચાનક ગોળીબારની ઘટના બનતા ડીવાયએસપી ભાવેશ રોઝિયા અને કે કે પટેલ પેલી વ્યક્તિ પર કુદૃી પડ્યા. તેના હાથમાં રહેલી પિસ્ટલ અને પેલી વ્યક્તિ પર નિયંત્રણ મેળવી લીધું. જેના કારણે તે બીજી વખત ગોળીબાર કરી શક્યો ન્હોતો. પકડાયેલી વ્યક્તિને એટીએસમાં લાવી પુછપરછ કરતાં તેનું નામ ઈરફાન ઉર્ફે કાલિયા શેખ છે, તે મુંબઈનો રહેવાસી છે અને તેને ભાજપના નેતા ગોર્ધન ઝડફિયાને મારવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

  જોકે તેની સાથે બીજું કોણ આવવાનું હતું તે વિષે તે પોતે જ જાણતો નથી તેવો તેનો દાવો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૦૨માં ગોરધન ઝડફિયા ગૃહરાજ્ય મંત્રી હતા અને તેમની ઉપર એવો આરોપ છે કે, તોફાન દરમિયાન મુસ્લિમોની હત્યા કરી રહેલા હિન્દૃુઓને તેમણે મદદ કરી હતી.

  એવા રિપોર્ટ મળી રહૃાા છે કે છોટા શકીલના શૂટરોને પાકિસ્તાનથી સોપારી મળી હતી. જ્યારે એટીએસના ડ્ઢઅજ કે કે પટેલે જણાવ્યું હતું કે આરોપી છોટા શકીલ ગેંગ સાથે જોડાયેલો છે અને ગુજરાતમાં તેના ક્યાં કનેકશન છે તે જાણવા પ્રયાસ કરી રહૃાા છીએ. હાલના તબક્કે ઈન્ટ્રોગેશનમાં વધુ વિગતો બહાર આવે પછી ખરેખર આરોપી શા માટે અહીંયા આવ્યો તે જાણી શકાશે.