ભાજપ સમર્થક શ્રીમતી ઉર્વીબેન ટાંકે અપક્ષ ફોર્મ ઉપાડતા રાજકીય ગરમાવો

  • છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લામાં જનસંપર્ક કરી રહેલ શ્રીમતી ઉર્વીબેન અને ભરતભાઇ ટાંકએ ઉમેદવારી ફોર્મ ઉપાડી નગારે ઘા કર્યો

અમરેલી,
ધારી બગસરા ખાંભા વિધાનસભા બેઠક ઉપર ભાજપ સમર્થક ગણાતા અને અમરેલી જિલ્લાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવા શ્રીમતી ઉર્વીબેન ટાંકે અપક્ષ ફોર્મ ઉપાડતા રાજકીય ગરમાવો આવી ગયો છે અમરેલી જિલ્લાના વિકાસ માટે છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લામાં જનસંપર્ક કરી રહેલ શ્રીમતી ઉર્વીબેન અને ભરતભાઇ ટાંકએ ઉમેદવારી ફોર્મ ઉપાડી નગારે ઘા કર્યો હોવાનું મનાઇ છે તેમણે ચુંટણી લડવાની જાહેરાત તો અગાઉ કરી હતી પરંતુ કોના બેનર સાથે તે ચુંટણી લડશે તે નિશ્ચિત ન હતુ પરંતુ આજે પ્રથમ દિવસે તેમણે અપક્ષ ફોર્મ ઉપાડતા અને જો તે ફોર્મ ભરે તો આ બેઠક ઉપર ત્રીપાંખીયો જંગ નિશ્ચિત મનાઇ રહયો છે કારણકે આ બેઠક ઉપર આજે કોંગ્રેસ અને ભાજપ બંનેએ ફોર્મ ઉપાડયા છે.