ભાભીજી ઘર પર હૈ સિરિયલના પ્રોડ્યુસર સંજય કોહલી થયા કોરોનાગ્રસ્ત

ટીવી પ્રોડ્યુસર સંજય કોહલીએ સોમવારે જણાવ્યું કે તેનો કોરોના રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ ઘરે જ ક્વોરન્ટીન છે. સંજય કોહલીના શો ભાભીજી ઘર પર હૈ અને હપ્પુ કી ઉલટન પલટન અત્યારે ઓન એર છે. આ સિવાય એક્સક્યુઝ મી મેડમ શો આવતા અઠવાડિયે લોન્ચ થવાનો છે. કોહલીએ સ્ટેટમેન્ટ રિલીઝ કરી જણાવ્યું કે, ’મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ઓથોરિટીઝને જાણ કરી દૃેવામાં આવી છે.
હું આઇસોલેટ થઇ ગયો છું અને ડોક્ટર અને ઓથોરિટીની ગાઇડલાઇન્સ મુજબ હોમ ક્વોરન્ટીનમાં છું. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલા લોકો પ્લીઝ તેમનો ટેસ્ટ કરાવી લે. આવા અઘરા સમયમાં અમારો સાથ આપવા માટે સૌનો આભાર. જ્યારથી શૂિંટગ શરૂ થયા છે ત્યારથી સંજય કોહલી અને તેની પત્ની સતત તેમના સેટ પર વિઝિટ લઈને પ્રોડક્શન અને સેફટી ગાઇડલાઇન્સ પર નજર રાખતા હતા.
સંજયની પત્નીએ જણાવ્યું હતું કે, તેમણે બે માણસ તો ફક્ત સેટને નિયમિત રીતે સેનિટાઇઝ કરવા માટે રાખ્યા છે. ટીમ મેમ્બર્સને શિટ મુજબના ટાઈમને કડક રીતે ફોલો કરવાનું કહેવામાં આવ્યું છે. ક્રૂ મેમ્બર્સ  કિટ પહેરીને કામ કરે છે. એક્ટર્સ માસ્ક પહેરી રહૃાા છે. બધા કોઈપણ ફરિયાદ કર્યા વગર તેમનું બેસ્ટ કામ આપવા માટે પ્રયત્ન કરી રહૃાા છે.