ભારતથી લાસવેગાસ પહોંચેલ અમરેલી જિલ્લાના અનીડા ગામના વતની ડો. કણસાગરા પરિવાર આશ્ર્ચર્યચક્તિ

યુટા સ્ટેટ,યુએસએ,
અમરેલીની બીટી સવાણી હોસ્પિટલના ફાઉન્ડર ચેરમેન અને વિશ્ર્વની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા અમરેલી જિલ્લાના અનીડા ગામના વતની અને હાલ અમેરીકાના યુટા સ્ટેટમાં સ્થાયી થયેલ ડો. પ્રદિપભાઇ કણસાગરા પોતાના પરિવાર સાથે 17 માર્ચે ભારતથી વાયા સિંગાપુર થઇને સાનફ્રાન્સીસકો અને ત્યાંથી કેસીનોની રાજધાની કહેવાતા લાસવેગાસ પહોંચ્યા ત્યારે ડો. પ્રદિપભાઇ તેમના ધર્મપત્નિ અને તેની સાથે રહેલ બીજા પાંચ મળી કુલ સાત પ્રવાસીઓ માટે જ સ્પેશ્યલ પ્લેન સાનફ્રાન્સીસકોથી લાસવેગાસ આવ્યુ હોય તેમ લાગ્યુ હતુ જ્યાં લોકોનું કીડીયારૂ ઉમટતુ હોય તે લાસવેગાસનું એરપોર્ટ સુમસામ જોઇને ડો. કણસાગરા તથા તેમના સહપ્રવાસીઓ આશ્ર્ચર્યમાં મુકાય ગયા હતા.ડો. કણસાગરા આંતરરાષ્ટ્રીય સ્તરે સેવાકીય પ્રવૃતીઓ સાથે જોડાયેલા છે આજે રવિવારે જ તે અમેરીકાના ખ્યાતનામ ડો. કમલ પરીખ સાથે વેબીનાર યોજનાર છે જેમાં સ્વસ્થ જીવન અને ડાયાબીટીસ માટેની ડીબેટ ચલાવશે.