ભારતના આર્થિક વૃદ્ધિ દરમાં હજુ ઘટાડો થાય તેવી શક્યતા: વિશ્વ બેન્ક

વિશ્વ બેંકે આજે ભારતને ઝાટકારૂપ સંકેત આપતાં જણાવ્યુ છે કે, ભારત માટે આર્થિક વૃદ્ધિના અનુમાનને હજુ વધારે ઘટાડવામાં આવી શકે છે. સાથે એમ પણ કહૃાું કે, કોવિડ ૧૯ સંકટથી બહાર આવવા માટે હેલ્થ, શ્રમ, ભૂમિ સહિતના ૭ ક્ષેત્રોમાં રિફોર્મની જરૂર છે. વિશ્વ બેંકે મે મહિનામાં અનુમાન લગાવ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થામાં વિત્ત વર્ષ ૨૦૨૦-૨૧માં ૩.૨ ટકાનો ઘટાડો આવવાની આશંકા છે અને આગામી વિત્ત વર્ષમાં ફરીથી ઈકોનોમીની ગાડી પાટા પર આવી શકે છે.
વર્લ્ડ બેંકે એક રિપોર્ટમાં કહૃાું કે, હાલના અઠવાડિયામાં મુશ્કેલીઓ સામે આવી છે. અને તેને લીધે નજીકના ભવિષ્યમાં સંભાવનાઓ પર અસર પડી શકે છે. આ જોખમોમાં વાયરસનું સંક્રમણ વધવું, વૈશ્ર્વિક ઈકોનોમીમાં ઘટાડો તથા નાણાકીય ક્ષેત્ર પર વધારાનું દબાણ સહિતના અનુમાન સામેલ છે. બેંકે કહૃાું કે, આ વસ્તુઓને ધ્યાનમાં રાખતાં, સંશોધિત પરિદ્રશ્યમાં તીવ્ર ઘટાડાનું અનુમાન રાખી શકાય છે. સંશોધિત પરિદ્રશ્ય ઓક્ટોબર ૨૦૨૦માં ઉપલબ્ધ થસે.
વિશ્વ બેંકનું અનુમાન છે કે, ભારતની નાણાકીય ખાદ્ય ચાલુ નાણાકીય વર્ષમાં વધીને ૬.૬ ટકા થઈ શકે છે અને બાદૃના વર્ષમાં ૫.૫ ટકાના ઉચ્ચ સ્તરે બની રહી શકે છે. અર્થવ્યવસ્થા પર મહામારીનો પ્રભાવ એવા સમયે પડ્યો છે કે જ્યારે પહેલીથી જ અર્થવ્યવસ્થામાં ઘટાડો થઈ રહૃાો હતો. ૨૦૧૭-૧૮માં દૃેશની જીડીપી ૭ ટકા હતી. જે ૨૦૧૮-૧૯માં ઘટીને ૬.૧ ટકા, તો ૨૦૧૯-૨૦માં ૪.૨ ટકા પર આવી ગઈ છે.
વિશ્વ બેંકે કહૃાુ કે, જો કે ભારતે નીતિગત મોરચા પર અનેક સુધારાઓ પણ કર્યા છે. તેમાં કંપની દૃરમાં કાપ, નાના કારોબારીઓ માટે રેગ્યુલેટરી છૂટછાટ, વ્યક્તિગત ઈક્ધમ ટેક્સના દરમાં કાપ સહિતના સુધારા સામેલ છે. પણ મહામારીને કારણે અપેક્ષિત પરિણામો મેળવી શકવાની આશા ઓછી છે. વર્લ્ડ બેંકે કહૃાું કે, પણ હવે પરિપ્રેક્ષ્ય બદૃલાઈ ગયો છે અને ચાલુ નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થામાં ઘટાડો આવશે.