ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો કાર્યક્રમ જાહેર, એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ

ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસનો કાર્યક્રમ નક્કી થઈ ગયો છે. ચાર ટેસ્ટ મેચોની સિરીઝનો પ્રારંભ એડિલેડમાં રમાનારી ડે-નાઇટ ટેસ્ટથી થશે. ત્યારબાદ બોક્સિગં ડે ટેસ્ટ મેચ પરંપરાગત રૂપથી મેલબોર્ડમાં રમાશે. ત્રણ મેચોની વનડે સિરીઝમાં ૨૭ અને ૨૯ નવેમ્બર તથા બે ડિસેમ્બરે મેચ રમાશે. આ સિવાય ટી૨૦ મુકાબલા ૪, ૬ અને ૮ ડિસેમ્બરે રમાશે. ટેસ્ટ સિરીઝની શરૂઆત ૧૭ ડિસેમ્બરથી થશે. ટેસ્ટ સિરીઝ પહેલા ભારત-એ અને ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ ૬થી ૮ ડિસેમ્બરે મેચ રમાશે અને ૧૧-૧૩ ડિસેમ્બર વચ્ચે સિડનીમાં ડે-નાઇટ ટેસ્ટ રમાશે.

તારીખ મેચ મેદાન
૨૭ નવેમ્બર ૨૦૨૦ ઓસ્ટ્રેલિયા વિ ભારત, પ્રથમ વન ડે આંતરરાષ્ટ્રીય સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ
૨૯ નવેમ્બર ૨૦૨૦ વિરુદ્ધ ભારત, બીજી વન ડે આંતરરાષ્ટ્રીય સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ
૨ ડિસેમ્બર ૨૦૨૦ઓસ્ટ્રેલિયા વિ ભારત, ત્રીજી વન ડે આંતરરાષ્ટ્રીય મંકુઆ ઓવલ, કેનબેરા
૪ ડિસેમ્બર ૨૦૨૦ ઓસ્ટ્રેલિયા વિ ભારત, પ્રથમ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મંકુઆ ઓવલ, કેનબેરા
૬ ડિસેમ્બર ૨૦૨૦ ઓસ્ટ્રેલિયા વિ ભારત, ૨ જી ટી ૨૦ આંતરરાષ્ટ્રીય સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ
૮ ડિસેમ્બર ૨૦૨૦ ઓસ્ટ્રેલિયા વિ ભારત, ત્રીજી ટી ૨૦ આંતરરાષ્ટ્રીય સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ
૬-૮ ડિસેમ્બર પ્રેક્ટિસ મેચ સિડની
૧૧-૧૩ ડિસેમ્બર પ્રેક્ટિસ મેચ (દિવસ / રાત) સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ
૧૭-૨૧ ડિસેમ્બર (ડે-નાઇટ ટેસ્ટ) ઓસ્ટ્રેલિયા વિ ભારત, પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડ
૨૬-૩૦ ડિસેમ્બર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત, બીજી ટેસ્ટ મેચ, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ
૭ જાન્યુઆરી – ૧૧ જાન્યુઆરી ઓસ્ટ્રેલિયા વિ ભારત, ત્રીજી ટેસ્ટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ
૧૫ જાન્યુઆરી – ૧૯ જાન્યુઆરી ઓસ્ટ્રેલિયા વિ ભારત, ચોથી ટેસ્ટ મેચ ગાબા, બ્રિસ્બેન