ભારતના જીડીપી રેટમાં ૨૦૨૧માં ૫ ટકા વૃદ્ધિ જોવા મળશે: યુએન રિપોર્ટ

ભારતીય અર્થવ્યવસ્થામાં કોરોના વાયરસ મહામારીના કારણે ૨૦૨૦માં ૬.૯ ટકા ઘટાડો થવાનું અનુમાન છે. પરંતુ ૨૦૨૧માં આમાં ૫ ટકા વૃદ્ધિની સાથે ‘મજબુત સુધારનું અનુમાન છે. એવું સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતનું નવું બજેટ ડિમાન્ડ વધારવા માટેના પ્રોત્સાહન પર ભાર મુકે છે. જેમાં સાર્વજનિક રોકાણના વધારાનો ઉપયોગ કરી શકાય છે.

સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર તથા વિકાસ સમ્મેલન દ્વારા વ્યાપાર અને વિકાસ રિપોર્ટ ૨૦૨૦ના આ અધ્યતન રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વૈશ્ર્વિક અર્થવ્યવસ્થામાં આ વર્ષે ૨૦૨૧માં ૪.૭ ટકા વૃદ્ધિનું અનુમાન છે. આ પહેલા સપ્ટેમ્બરમાં ૨૦૨૦માં લગાવવામાં આવેલા ૪.૩ ટકાનાં અનુમાન કરતા વધારે છે. અમેરિકન અર્થવ્યવસ્થામાં મજબૂત સુધારો આવવામાં આનું યોગદાન રહેશે. અમેરિકામાં રસીકરણ અભિયાનમાં તેજી અને ૧૯૦૦ અરબ ડોલરના નવા પ્રોત્સાહન પેકેજના ઉપભોક્તા ખર્ચના વધતી આર્થિક ગતિવિધિઓ પર અસર દેખાશે.

આ રિપોર્ટમાં વર્ષ ૨૦૨૦ના અપ્રત્યાશિત ગણાવવામાં આવ્યુ છે. આમાં કહેવામાં આવ્યુ છે કે હાલના વર્ષોમાં વાયરસ ફેલાવાને લઈને ચેતવણી સમય સમય પર આવતી રહી છે. પરંતુ કોઈને પણ કોરોનાના આટલા ખતરનાક હોવાની આશા નહોંતી. ભારતના જીડીપીમાં ૨૦૨૦-૨૧માં ૬.૯ ટકા ઘટાડાનું અનુમાન છે. પરંતુ આ બાદ ૨૦૨૧માં આમાં ૫ ટકાની વૃદ્ધિ નોંધાવાનું અનુમાન છે. આ પહેલા અંકટાડની સપ્ટેમ્બર ૨૦૨૦ની  રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે ભારતીય અર્થવ્યવસ્થામાં ૨૦૨૦માં ૫.૯ ટકા ઘટાડો આવશે અને ૨૦૨૧માં ૩.૯ ટકા તેજી આવશે.