ભારતના પૂર્વ કેપ્ટન એમ.એમ.ધોનીએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

  • વીડિયો શેર કરી કહૃાું સાંજે ૭.૨૯ વાગ્યેથી મને નિવૃત્ત માનવામાં આવે

    આજે આખો દૃેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહૃાો છે. ત્યારે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર અને બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી છે. ધોનીની આ જાહેરાત બાદ ધોની હવે ટીમ ઇન્ડિયા માટે રમતા નજરે નહીં આવે. જો કે, ધોની આઈપીએલમાં રમતા દૃેખાશે. સંન્યાસની જાહેરાત બાદ ધોનીના ફેન્સમાં નિરાશા છવાઈ છે. પરંતુ આઈપીએલમાં ધોનીને રમતા જોઈ શકશે. આપને જણાવી દઈએ કે ૩૯ વર્ષીય ધોનીએ ટેસ્ટ ક્રિકેટથી પહેલા જ સંન્યાસની જાહેરાત કરી હતી.
    અત્યાર સુધી તે વન ડે અને ટી૨૦માં ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો હતો. પરંતુ હવે ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ધોનીએ ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરી છે. સાથે ધોનીના નામે કેટલાક કિર્તીમાન પણ છે. ધોની છેલ્લે વર્ષ ૨૦૧૯માં ઇંગ્લેન્ડમાં આયોજીત વર્લ્ડ કપ સેમીફાઇનલમાં મેદાન પર દૃેખાયો હતો. ત્યાર બાદથી તેણે ક્રિકેટથી લાંબો બ્રેક લીધો હતો. ત્યાર બાદથી જ ધોનીના સંન્યાસને લઈ અટકળોનો માહોલ ગરમાયો હતો.
    પરંતુ હવે સંન્યાસની જાહેરાત બાદ વહેતી અટકળોને વિરામ મળ્યો છે. આપને જણાવી દઈએ કે ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર આર્મી સ્ટાઈલમાં એક વીડિયો શેર કરીને આ અંગે માહિતી આપી છે. ધોનીએ તેની આખી મુસાફરીનો એક વીડિયો શેર કર્યો અને કહૃાું કે સાંજે ૭.૨૯ વાગ્યેથી મને નિવૃત્ત માનવામાં આવે. ધોની શુક્રવારે આઈપીએલ ચેન્નઈ પહોંચ્યો હતો અને તે શનિવારે જીમમાં પણ જોવા મળ્યો હતો. ધોનીએ વર્ષ ૨૦૦૪માં બાંગ્લાદૃેશ વિરુદ્ધ ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. ધોનીએ અત્યાર સુધી ૯૦ ટેસ્ટ રમ્યા છે. આ સિવાય ૩૫૦ વન ડે અને ૯૮ ટી૨૦ મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે.