ભારતના સૌથી કાર્યદક્ષ પોર્ટ તરીકે પીપાવાવને સ્થાન મળ્યું

પિપાવાવ, એપીએમ ટર્મિનલ્સ પિપાવાવને તાજેતરમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ કન્ટેઇનર પોર્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (સીપીપીઆઇ) 2021માં ભારતના સૌથી કાર્યદક્ષ તરીકે સ્થાન મળ્યું છે. આ ઇન્ડેક્સને વર્લ્ડ બેંક અને એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સે વિકસાવ્યો છે. પોર્ટ કુલ 109.823 પોઇન્ટ સાથે સીપીપીઆઈ 2021માં 26મો રેન્ક ધરાવે છે. સીપીપીઆઈ ઉદ્યોગના મુખ્ય હિતધારકો એટલે કે રાષ્ટ્રીય સરકાર, પોર્ટ ઓથોરિટીઝ અને ઓપરેટર્સ, વિકાસલક્ષી સંસ્થાઓ તથા વેપાર, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સેવાઓમાં અન્ય સરકારી અને ખાનગી હિતધારકો વગેરે માટે સંદર્ભ પોઇન્ટ તરીકે સેવા આપવાનો ઇરાદો ધરાવતું આંતરરાષ્ટ્રીય કન્ટેઇનર પોર્ટની કામગીરી પર નજર રાખતો તુલનાત્મક સૂચકાંક છે. ગ્રાહકોની જરૂરિયાતો ઝડપથી પૂર્ણ કરવા, સરળ એક્ઝિમ પ્રક્રિયાઓ, ગ્રાહકકેન્દ્રિતતાના ઊંચા સ્તરને પ્રદર્શિત કરવાની સાથે ઉત્પાદન અને સલામત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રસિદ્ધ એપીએમ ટર્મિનલનું પિપાવાવ બંર વિશિષ્ટ ખાસિયતો ધરાવે છે, જે પોર્ટને વ્યવસાયમાં વિશિષ્ટ બનાવે છે.
આ રેન્કિંગ અને પોર્ટની કામગીરી પર એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના એમડી શ્રી જેકોબ ફ્રિસ સોરેન્સેને કહ્યું હતું કે,એપીએમ ટર્મિનલ્સ સૌથી કાર્યદક્ષ ભારતીય પોર્ટ તરીકે બહાર આવ્યું છે, જે પોર્ટની સેવાની ક્ષમતા અને માળખાનો પુરાવો છે. પોર્ટ પર ફ્લેક્સિબ્લ, પ્રોડક્ટિવ અને સલામત કામગીરી ગ્રાહકોને તેમની સપ્લાય ચેઇનમાં અતિજરૂરી ઝડપની સુવિધા આપશે, જે પોર્ટની કામગીરી માટે નિર્ણાયક અને મહત્વપૂર્ણ માપદંડો છે. હું મારા ગ્રાહકો અને પાર્ટનર્સનો અમારી સેવાઓ અને માળખાગત ક્ષમતાઓમાં સતત વિશ્વાસ મૂકવા બદલ આભારી છું. તમારો વિશ્વાસ અમને વધારે સારી કામગીરી કરવા તરફ દોરી જશે અને અમે વેપારમાં સાતત્યપૂર્ણ અનુભવ આપવા કટિબદ્ધ છીએ.વર્ષ 2021 દરમિયાન એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે ઉત્પાદન સાથે સંબંધિત ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરી હતી, જેમાં દરરોજ સૌથી વધુ લાઇમસ્ટોન ડિસચાર્જ રેટ 31,263 સ્, ટીઆઇપી (થાઇલેન્ડ-ઇન્ડિયા-પાકિસ્તાન) સર્વિસ પર દર કલાકે 157.6 મૂવની બર્થ ઉત્પાદકતા, જે ઓસન નેટવર્ક એક્સપ્રેસ (ઓએનઇ)નો ભાગ છે. પોર્ટે કોસ્કોર્/ર્ંંભન્ દ્વારા ઓપરેટ થતી ભૈં1 (ચાઇના-ઇન્ડિયા એક્સપ્રેસ) અને જેબેલ અલીની નવી વીકલવી સર્વિસ ઁૈંભ 2 મેળવી હતી.