ભારતનું યુવાધન, બૌદ્ધિકવર્ગ અને ધનિક વર્ગ બીજા દેશ તરફ પ્રયાણ કરી રહ્યો છે

તા ૩૧.૧૨.૨૦૨૧ શુક્રવાર, સંવંત ૨૦૭૮ માગશર વદ  બારસ, અનુરાધા  નક્ષત્ર, શૂળ  યોગ, ગર  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  વૃશ્ચિક (ન,ય) રહેશે.

મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મિથુન (ક,છ,ઘ) :  વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ શુભ રહે.
કર્ક (ડ,હ)            :સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.
સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ,ણ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
તુલા (ર,ત) :  આર્થિક બાબતો માં મધ્યમ  રહે,આવક જાવક સમજીને કરવા .
વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત સાથે મતભેદ નિવારવા પડે.
મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય.
કુંભ (ગ ,સ,શ) :નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મીન (દ,ચ,ઝ,થ): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

તેરી શોહરત તો બહોત હો ગઈ મગર, અફસોસ કી તું મેરા ના રહા
વર્ષ ૨૦૨૧નો આજે છેલ્લો દિવસ છે. આવતીકાલને શનિવારથી વર્ષ ૨૦૨૨ શરુ થવા જઈ રહ્યું છે. શનિવારથી શરુ થતા નવા વર્ષમાં શનિ મહારાજ મકરમાં સ્વગૃહી છે અને ૨૯મી એપ્રિલ-૨૦૨૨ ના રોજ  કુંભમા પ્રવેશ કરવાના છે પરંતુ ફરીથી ૧૨ જુલાઈ ૨૦૨૨ના વક્રગતિ થી મકરમાં પ્રવેશ કરશે. મહામારી ની શરૂઆતથી જ શનિ પ્લુટો યુતિ મકરમાં થઇ રહી છે જે વર્ષ ૨૦૨૨માં પણ મહદ્દ અંશે સાથે રહેનાર બને છે વળી શનિ મહારાજ મકરમાં આજીવિકા માટે વધુ પરિશ્રમનું સૂચન પણ કરે છે. ભારતવર્ષ પર શનિનો વિશેષ પ્રભાવ છે તેથી આગામી વર્ષમાં આજીવિકા બાબતે વધુ મહેનત કરવી પડશે. મહામારી અને અન્ય સમસ્યાઓ વચ્ચે કેટલાક વિષય આપણા ધ્યાનબહાર રહેતા હોય છે જે વિષે વચ્ચે હું અત્રે જણાવી ચુક્યો છું. આ વિષમ સ્થિતિમાં ભારતનું યુવાધન, બૌદ્ધિક વર્ગ અને ધનિક વર્ગ બીજા દેશ તરફ પ્રયાણ કરી રહ્યો છે અને નવી પેઢી અન્ય દેશમાં વસવાટ કરે તેવા પ્રયત્ન કરી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આપણે ગૌરવ અનુભવીએ છીએ કે આપણી બુદ્ધિપ્રતિભાઓ વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહી છે પરંતુ હવે પ્રતિભાઓ આપણી રહી નથી. એક મોટો પ્રવાહ અભ્યાસ,આજીવિકા, લાઈફ સ્ટાઇલ કે નવી તકોની તલાશમાં દેશ છોડી રહ્યો છે જે હિન્દુસ્તાની તરીકે આપણને દુઃખ પહોંચાડે તેવી બાબત છે. “તેરી શોહરત તો બહોત હો ગઈ મગર, અફસોસ કી તું મેરા ના રહા” જેવી સ્થિતિનું નિર્માણ થતું જાય છે અને આપણે માત્ર મૂક પ્રેક્ષક બનીને આ બધી પ્રતિભાઓને યુવાધનને બહાર જતું જોઈ રહ્યા છીએ. વિદેશ જવા માટે એક નવો ટ્રેન્ડ થઇ ગયો છે જો કે ત્યાં મળતી ઉજ્જવળ તક અને આપણે ઘરઆંગણે  જે પરિસ્થિતિઓ સામે ઝઝૂમી રહ્યા છીએ તેવી ઘણી બાબતો આ માટે જવાબદાર છે.